વલસાડ : ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશનના (All India Railway Men’s Federation) આહવાન પર સમગ્ર ભારતની (India) સાથે વલસાડમાં (Valsad) પણ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ બ્રાંચ દ્વારા આજે એરિયા મેનેજર ઓફીસ (Area Manager Office) સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં ‘જો ના મિલી મજદૂર કી માંગ, રેલ કા ચક્કા હોગા જામ’, કેન્દ્ર સરકાર હોસ મેં આવો મજદૂરો સે ના ટકરાવો, જેવા નારા ગુંજ્યા હતા. AIRF ના વર્કિંગ પ્રેસિડન્ટ જે.આર. ભોસલે, યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે, એડવાઇઝર પ્રકાશ સાવલકરના માર્ગદર્શન હેઠળ વલસાડ બ્રાંચના ચેરમેન રોબિન્સન જેમ્સ, ડિવિઝનલ વાઇસ ચેરમેન સંજય સિંહ, ડિવિઝનલ ઓફીસ સેક્રેટરી સ્મિતા પટેલ, વલસાડ બ્રાંચના સેક્રેટરી હુસેન બેલીમ, શિવન કોનાર, પ્રસાદ કાજલે, સંજય મોરે, મુનાવર શેખ એસ.એન. સાલુંકે, રાજુ રાઠોડ, અમિત નાયક, નરેદ્ર રાજપૂત યુનિયનના અન્ય કાર્યકર્તાઓ તેમજ અન્ય કર્મચારીઓ મોટી સંખ્યા જોડાઈને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
કર્મચારીઓની પ્રમુખ માંગોમાં ન્યુ પેંશન સ્કીમ રદ કરીને તમામ રેલવે કર્મચારીઓને જૂની પેંશન સ્કીમમાં સામેલ કરો, ભારતીય રેલ્વેને ખાનગીકરણ બંધ કરો, રેલ્વેમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે નિમણૂંક અને બઢતી દ્વારા ભરવા., પોઈન્ટ્સમેન, ટ્રેક મેઈન્ટેનર અને S&T સહિત તમામ કર્મચારીઓની સેવા અને પ્રમોશનની શરતો સુધારણા માટે., સુપરવાઈઝર કેટેગરીના કર્મચારીઓને 4800 અને 5400 સુધી બઢતીનો અમલ કરવો., GP 1800 માંથી GP 1900 માં 30% પોસ્ટ અપગ્રેડ કરવા., 1-1-2020 થી 30-06-2021 સુધીના મોંઘવારી ભથ્થાની બાકી રકમ માટે., રેલવે ક્વાર્ટર્સના બાંધકામ અને સમારકામ માટે પર્યાપ્ત ભંડોળ માટે., આઠમા પગાર પંચની રચના અને અન્ય પડતર કાયદેસર માંગણીઓ વહેલી તકે પૂરી કરવાની માગ કરી હતી.
ચીખલીના આમધરાનામાં પ્રોટેક્શન વોલના બાંધકામમાં ભ્રષ્ટાચાર
ઘેજ : ચીખલી તાલુકાના આમધરાના ગ્રામજનો દ્વારા ૧૫ ટકા વિવેકાધીન યોજનામાં પ્રોટેક્શન વોલના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગેની ટીડીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે. આમધરા મોટી કોળીવાડના રજનીકાંત પટેલ સહિતના ગ્રામજનોએ ચીખલી તાલુકા પંચાયતમાં ટીડીઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે આમધરાથી મોગરાવાડી તરફ જતા ખરેરા નદી સ્થિત સ્મશાનભૂમિ પાસે ૧૫ ટકા વિવેકાધીન યોજનામાં પ્રોટેક્શન વોલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં આર.ટી.આઇમાં થયેલા ખુલાસા મુજબ માપપોથીમાં લખેલી માપ મુજબ ટોટલ ૧૨૧.૬૦ મીટર લાંબી પ્રોટેક્શન વોલની લંબાઇ બતાવી એ પ્રમાણે માપી લખી બિલ બનાવી નાણાં ચૂકવેલી છે.
પરંતુ સ્થળ ઉપર જ્યારે તપાસ કરી લંબાઇ માપવામાં આવતા માત્ર ૯૬.૫૦ મીટર પ્રોટેક્શન વોલનું બાંધકામ થયુ છે. જે માલસામાનનું બીલ મુકવામાં આવ્યું છે. એમાં કોઇ એસજીએસટી અને સીજીએસટી બનાવવામાં આવેલી નથી. ભાવપત્રક મંગાવવામાં આવેલા નથી. માપપોથીની નકલમાં માપ સરખી રીતે દર્શાવેલી નથી અને એસઓઆરમાં નક્કી થયેલા ભાવ દર્શાવેલા નથી. સીધી ઉચ્ચકમાં રકમ બતાવેલી છે. આ કામમાં મસમોટો ભ્રષ્ટાચાર કરેલો છે અને સરકાર સાથે છેતરપિંડી તેમજ સરકારી નાણાંનો દૂરઉપયોગ જેવી બાબતે જવાબદારો સામે તપાસ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.