SURAT

સચિનની આ કંપનીએ મીઠી ખાડીમાં સીધુ ઝેરી પાણી છોડી દીધું પછી…

સુરત: સુરત શહેરમાં પયાર્વરણના દુશ્મન બની રહેલા એકમો સામે જીપીસીબી(GPCB)એ લાલ આંખ કરી છે. તાજતેરમાં લાજપોર રોડના સચિન(Sachin) પાસે આવેલા શિડિમો ઇન્ટરૌકસ પ્રાઇવેટ લિમિટેડ કંપની મીઠી ખાડી(Mithi Khadi)માં પાણી છોડતા જીપીસીબીએ નોટિસ ઓફ ડાયરેકશન(Notice of Direction) આપ્યું છે.

  • લાજપોર રોડની શિડિમો ઇન્ટરૌકસ કંપનીને જીપીસીબીની નોટિસ ઓફ ડાયરેકશન
  • એક જ પરિસરમાં ચાલી રહેલા 3 એકમ પૈકી આ એકમ મીઠી ખાડીમાં સીધુ ઝેરી પાણી છોડતા દંડાઇ

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ શિયાળા પહેલા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તળિયા ઝાટક તપાસ શરુ કરી છે. આ તપાસમાં સચિનની લાજપોર રોડ ઉપર આવેલી શિડિમો ઇન્ટરૌકસ પ્રાઇવેટ લિમિટેડ કંપની જીપીસીબીની અડફટે ચઢી હતી. જીપીસીબીને બાતમી મળી હતી કે આ કંપનીની પ્રિમાઇસીસીમાં કુલ 3 એકમો ચાલતા હતા. જેમાં એસિડ ડાય, સોલવન્ટ ડાય, ફલોરોસન્ટ પિગમેન્ટ તેમજ ડિર્જન્ટ પાવડર સહિતની પ્રોડકટ બનાવાતી હતી. આ કંપની પોલ્યુટેડ વોટર ટ્રીટ કયા વગર સીધુ મીઠી ખાડીમાં છોડતું હતું. જેને પગલે આ કંપનીની આસપાસ તેમજ આઉટલેટ સહિત ખાડીમાંથી અલગ અલગ સ્થળેથી પાણીના સેમ્પલ લેવાયા હતા. પાણીના આ સેમ્પલમાં આ કંપનીના સેમ્પલમાં ઝેરીતત્વોનું પ્રમાણ અતિશય વધુ જોવા મળ્યું હતું. જેને પગલે જીપીસીબીએ નોટિસ ઓફ ડાયરેકશન આપી જરુરી સુધારાઓ કરવા માટે સૂચનો મોકલ્યા છે. જો તેમ પછી પણ આ કંપની નહીં સુધરશે તો તેને કલોઝર પણ મળી શકે તેમ છે. ઉલ્લખેનીય છે કે સચિન પાસેથી પસાર થતી મીઠી ખાડીમાં છેલ્લા કેટલાંક સમયથી ટેક્સટાઇલ કેમિકલનું પ્રમાણ વધી રહ્યું છે. આસપાસની અનેક કંપનીઓ મોડીરાતે ગંદુ પાણી મીઠી ખાડીમાં છોડે છે. જેને કારણે આસપાસના ગામોની જમીનની ગુણવત્તા પણ બગડી ગઇ છે.

પાણી નેટવર્કના વિસ્તાર માટે 44 કરોડના પાઈપની ખરીદી કરાશે
સુરત : મનપાના હાઇડ્રોલિક વિભાગે શહેરી પાણી પુરવઠા નેટવર્કની સુવિધાને જાળવી રાખવા તેમજ આવશ્યક સેવાને ધ્યાનમાં રાખી હાઇડ્રોલિક સ્ટોરમાં જરૂરી સાધનો એડવાન્સમાં સ્ટોક કરી રાખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે અન્વયે હાઇડ્રોલિક સ્ટોર અંતર્ગત વર્ષ 2022-23 દરમ્યાન પાણી લાઇનના નેટવર્ક નાંખવા તથા મરામત અને નિભાવની કામગીરી માટે શહેરભરમાં પાઇપની ગમે ત્યારે જરૂર પડી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી જુદી-જુદી સાઇઝના DICL પાઇપ સ્ટોર માટે ખરીદવા ટેન્ડર જાહેર કર્યાં હતાં. આ પ્રક્રિયામાં સામેલ ત્રણેય ટેન્ડરરોએ જરૂરિયાત મુજબના 100 મીમીથી 700 મીમીના વિવિધ પાઇપ માટેની અલગ-અલગ કેટેગરીમાં લોએસ્ટ ભાવ રજૂ કર્યાં હતાં. જેથી મનપાએ વિવિધ કેટેગરી પ્રમાણે ત્રણેય લોએસ્ટ ટેન્ડર પાસેથી કુલ 44.43 કરોડ રૂપિયાના પાઇપ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. આ ખરીદી અંગે ગુરૂવારે મળનારી આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

Most Popular

To Top