વાંસદા: વાંસદા(Vansda) તાલુકાના બોરિયાછ(Boriach) ગ્રામ પંચાયત(Gram Panchayat) ખાતે તલાટી(Talati) ક્રમ મંત્રી પોતાની મનમારી કરી પોતાના સમય અનુસાર આવતા ગ્રામ પંચાયત ખાતે કામ માટે આવતા લોકોએ બેસી રહેવું પડે છે. જેમાં તા. 11/10/2022 ના રોજ સાંજના 4:30 વાગ્યા પછી ગ્રામ પંચાયતને તાળું જોવા મળી રહ્યું હતું. તેમજ સ્થાનિકો પાસેથી જાણવા મુજબ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સવારે મોડા આવી સાંજે વહેલા જતા રહેતા અહીં આવતા લોકોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારે ગ્રામ પંચાયત ખાતે કોઈ નોટિસ કે સૂચના પણ ન રહેતા આદિવાસી વિસ્તારની ગરીબ ભોળી પ્રજા પોતાનો સમય ધંધો બગાળી તલાટીની રાહ જોઈ બેસી રહે છે.
‘સરપંચ ઘરે નથી’
સરકારના નિયમોનુસાર તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયત ખાતે સવારે 10:10થી સાંજે 6:10 સુધી ફરજ પર રહેવાનું હોય છે, ત્યારે આ રીતે પોતાની મનમાની કરી પંચાયત ખાતે હાજર નહીં રહેતા ગ્રામ પંચાયતના કામ માટે આવતા લોકોએ ધરમ ધક્કા ખાવા પડે છે. બોરિયાછ ગ્રામ પંચાયત ખાતે તાળું રહેતા તલાટી કમ મંત્રીને વારંવાર ફોન કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો, ત્યારબાદ ગામના સરપંચ શુકરીબેન દેશમુખ ને ફોન કરતા તેમનો ફોન તેમના પતિએ રિસીવ કરી સરપંચ ઘરે નથી એમ જણાવ્યું હતું.
હું તપાસ કરાવું છું : ટી.ડી.ઓ વાંસદા
બોરિયાછ ગ્રામ પંચાયત ખાતે તલાટી સવારે આવી સાંજે સમય મુજબ હાજર ન રહી પંચાયતને વહેલું તાળું મારી દેતા આ બાબતે વાંસદા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તેમણે હું તપાસ કરાવું છું એમ જણાવ્યું હતું.
વાંસદાનાં પીપલખેડ નજીક પશુ ભરેલા ટેમ્પા સાથે ચાલક ઝડપાયો
વાંસદા : વાંસદા પોલીસ સૂત્રથી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે વાંસદા તાલુકાના પીપલખેડ ગામે આવેલા માહલા પેટ્રોલ પંપ પાસે વાંસદા પોલીસ અને ગૌરક્ષકના સભ્યો દ્વારા વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી મુજબનો પીકઅપ ટેમ્પો નં. MH 04 EB 8093 ત્યાંથી પસાર થતાં તેને થોભાવતા ટેમ્પોમાંથી અબોલ પશુ મળી આવ્યા હતા. ત્યારબાદ ટેમ્પો ચાલક શિવલ ગંગાભાઈ ભગરે (ઉં.વ.૪૦ રહે. કરજુલ ચીચપાડા, તા. સુરગાણા જી. નાસિક ) ની ધરપકડ કરી ટેમ્પોમાંથી દોરડા વડે હલનચલન પણ કરી તેમજ ઘાસચારા કે પાણીની કોઈપણ સુવિધા વગર બાંધેલી હાલતમાં છ વાછરડા અને પીકઅપ ટેમ્પો મળી રૂ. 90,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વાંસદા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.