SURAT

ડે. સરપંચ અને ક્લાર્કે બિનખેતીની જમીન પર બાંધકામની પરવાનગી માટે 12 લાખની લાંચ માંગી

વલસાડ : વલસાડના (Valsad) ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામનો ડેપ્પ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક સુરત એસીબીના (Surat LCB) હાથે રોકડા રૂ. 3 લાખની લાંચ (Bribe) લેતા ગ્રામ પંચાયત કચેરીની બહાર જ રંગે હાથ પકડાઇ ગયા હતા. તેણે બાંધકામની પરવાનગી માટે રૂ. 12 લાખની લાંચ માંગી હતી, જે પૈકીનો પહેલો હપ્તો સ્વીકારતા જ તેઓ એસીબીની ટ્રેપમાં પકડાઇ ગયા હતા.

  • સોળસુંબાના ડેપ્પ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક ગ્રામ પંચાયત કચેરીની બહાર રોકડા 3 લાખની લાંચ લેતા પકડાઇ ગયા
  • રૂ. 12 લાખ પૈકીનો પ્રથમ હપ્તો રૂ. 3 લાખની રકમનો સ્વીકારતા જ તેઓ એસીબીની ટ્રેપમાં પકડાઇ ગયા
  • ઘટનાની ચર્ચા બિલ્ડર જગત તેમજ સરપંચ અને પંચાયતના કર્મચારી આલમમાં ભારે ચાલી
  • સોળસુંબા ગામનો ડેપ્પ્યુટી સરપંચ અને હંગામી ક્લાર્ક સુરત એસીબીના હાથે લાંચ લેતા ગ્રામ પંચાયત કચેરીની બહાર જ રંગે હાથ પકડાઇ ગયા

ઉમરગામ સોળસુંબા ગામે એક રહીશે તેની બિનખેતીની જમીન પર રહેણાંક અને વાણિજ્ય હેતુંનું મકાન બનાવવાનું હતુ. જેના માટે ગ્રામ પંચાયતમાંથી બાંધકામની રજા ચીઠ્ઠી અને ઠરાવ જરૂરી હતો. ત્યારે આ માટે પંચાયતના ડેપ્યુટી સરપંચ અમિતકુમાર મણીલાલ પટેલે રહીશ પાસેથી રૂ. 15 લાખની લાંચ માંગી હતી. જોકે રકઝક બાદ મામલો તે રૂ. 12 લાખની રકમ લાંચ તરીકે લેવા તૈયાર થયો હતો.

આ રૂ. 12 લાખ પૈકી તેનો પ્રથમ હપ્તો રૂ. 3 લાખની રકમ આપવાનું નક્કી થયું હતુ. ત્યારબાદ લાંચ નહીં આપવા ઇચ્છતા રહીશે આ અંગે છટકું ગોઠવ્યું હતુ. ડે. સરપંચ અમિતકુમાર અને હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઇ ચંદારાણાને પૈસાની રકમ લેવા માટે પુછતાં તેમણે ગ્રામ પંચાયત બહાર જ પૈસા લેવા તૈયાર હતા. આ રકમ જ્યારે તેઓ અમિત અને કૃષાંગને આપી ત્યારે જ એસીબીએ તેમને રંગે હાથ પકડી લીધા હતા. આ ઘટનાની ચર્ચા બિલ્ડર જગત તેમજ સરપંચ અને પંચાયતના કર્મચારી આલમમાં ભારે ચાલી હતી.

Most Popular

To Top