SURAT

સુરતમાં લાકડાના ફટકા મારી યુવકની હત્યા, ખભે ફટકો મુકી હત્યારો બિન્દાસ્ત જતો રહ્યો, CCTV

સુરત: સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. લાલગેટમાં એક યુવકની ક્રૂર હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાએ લાકડાના 4થી 5 ફટકામાં યુવકને મોતને ઘાટ ઉતારી દીધા હતો. લોકોને હિચકારી મચાવી દેય તેવા સીસીટીવી સામે આવ્યા હતા. હત્યારો લાકડાના 4થી 5 ફટકા મારી નાસી ગયો હતો. હાલમાં અરવિંદ કોળી પટેલ નામના આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી છે.

  • લાલગેટ વિસ્તારમાં ક્રૂર હત્યા નો બનાવ સામે આવ્યો
  • હત્યારા એ લાકડાના ફટકા મારી ને યુવક ની હત્યા કરી નાખી
  • લોકો ને હિચકારી મચાવી દેય તેવા હત્યાના સીસીટીવી સામે આવ્યા
  • હત્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો
  • લાલગેટ પોલીસ એ હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર સુરતના લાલગેટ ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યાં એક યુવકે અચાનક જ લાકડાના ફટકાથી એક ભિક્ષુક પર હુમલો કર્યો હતો. 4થી 5 વાર માથાના ભાગે લાકડાના ફટકા મારી ભિક્ષુકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યા કરવાના ઈરાદે જ આવ્યો હોય તેમ હત્યારાએ એક પછી એક લાકડાના ફટકા માથાના ભાગે માર્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે હત્યારાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ કોળી પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

નાનપુરા ખંડેરાવપુરામાં પ્રેમ સંબંધમાં બે ભાઈઓ ઉપર હૂમલો કરાતા એકનું મોત
સુરત: નાનપુરા ખંડેરાવપુરા ખાતે રહેતા બે ભાઈઓ ઉપર ગઈકાલે સવારે ત્રણ જણાએ જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન એક ભાઈનું મોત નીપજતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા માવીયા મોહમદ હબીબ કચ્છી (ઉ.વ.25) અને તેનો ભાઈ યામીન (ઉ.વ,24) રૂદરપુરા પોલીસ લાઈન પાસે આવેલી મસ્જીદમાં નમાજ પડવા ગયા હતા. ત્યાંથી નીકળીને એક ચાની લારી પર ચા પીવા ઉભા હતા. ત્યારે હબીબ ઇસ્માઈલ શેખ, ઇમરાન મુલ્લા, તાહીર મુલ્લા સહિત અજાણ્યાએ આવીને બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.

માવીયાના હબીબની બહેન સાથે પ્રેમ સંબંધ હતા. અને આ વાતની જાણ થતા હબીબની બહેનના લગ્ન તુટી ગયા હતા. આ વાતની અદાવત રાખીને હબીબે માવીયા અને તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. સારવાર દરમિયાન બે ભાઈમાંથી યામીન મોહમ્મદ હબીબ કચ્છીનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top