ઉદ્ધવ ઠાકરેની (Udhhav Thackrey) આગેવાની હેઠળના શિવસેનાના (Shivsena) જૂથે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High court) પક્ષના નામ અને પ્રતીકને બાકાત રાખવાના ભારતના ચૂંટણી પંચના આદેશને રદ કરવાની માંગ કરી હતી. ઉદ્ધવ ઠાકરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી પંચના 8 ઓક્ટોબરના આદેશને પડકારવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પંચનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતો હતો અને પક્ષકારોને સુનાવણીની કોઈ તક આપ્યા વિના ચુકાદો સંભળાવ્યો હતો. અરજીમાં ચૂંટણી પંચ (Election Commission) અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથરાવ સંભાજી શિંદેને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
- પાર્ટીના નામ અને ચિહ્નને લઈને ઉદ્ધવ ઠાકરે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા
- અરજીમાં ચૂંટણી પંચ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથરાવ સંભાજી શિંદેને પક્ષકાર બનાવવામાં આવ્યા
- ચૂંટણી કમિશનરે ફ્રીઝ કર્યુ હતુ શિવસેનાનુ ચિન્હ અને નામ
ચૂંટણી પંચે 8 ઓક્ટોબરે શિવસેનાના ચિહ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો
8 ઓક્ટોબરે ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિન્હ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચૂંટણી પંચે એક વચગાળાનો આદેશ જારી કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અંધેરી પેટાચૂંટણીમાં શિવસેનાના પ્રતીક “ધનુષ્ય અને તીર” નો ઉપયોગ કરવા માટે બંને જૂથોમાંથી કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા બંને જૂથોને પ્રતીકોની યાદી આપવામાં આવશે. બંનેને અલગ-અલગ સિમ્બોલ આપવામાં આવશે જેમાંથી તેઓ એક પસંદ કરી શકશે. બંને જૂથોને તેમની પસંદગી જણાવવા માટે 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું હતું કે અંધેરી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શિવસેનાના પ્રતીક પર પ્રતિબંધ મૂકતો ચૂંટણી પંચનો વચગાળાનો આદેશ અન્યાયી છે. તમને જણાવી દઈએ કે શિવસેનાના ‘તીર ધનુષ’ પ્રતીક પર શિવસેનાના એકનાથ શિંદે કેમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ઉદ્ધવનું કહેવું છે કે અસલી શિવસેના તેમની સાથે છે. શિંદે કેમ્પે અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી નજીક હોવાને ધ્યાનમાં રાખીને તેમને ‘તીર ધનુષ’ પ્રતીકની ફાળવણીની માંગ કરતું મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
બીજી તરફ ઠાકરે જૂથે 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે ધારાસભ્ય રમેશ લટકે પત્ની રુતુજા લટકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે શિંદે જૂથના સહયોગી ભાજપે રમેશ લટકેના નિધનને કારણે પેટાચૂંટણી માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કાઉન્સિલર મુરજી પટેલને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ શિવસેનાના ઠાકરે કેમ્પના ઉમેદવાર અને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)માં તેમના સહયોગી સાથીદારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.