SURAT

બીચ વોલીબોલના ફાયનલ મુકાબલામાં ગુજરાતની ટિમ પોન્ડીચરી સામે હારી: સિલ્વર મેળવ્યો

બીચ વોલીબોલના અંતિમ ચરણમાં ફાઇનલ મેચ ગુજરાત અને પોન્ડિચેરીની ટિમ વચ્ચે ખેલાઈ હતી.બને ટીમની ખેલાડીઓ હાર મને તેમ ન હતી.આ તરફ ગુજરાતની ટિમ ફાઇનલમાં આવી હોવાથી તેમને સુરત તરફથી ખુબ જ સપોર્ટ મળી રહ્યો હતો.અને ફાઇનલ મેચના અંતિમ રાઉન્ડ સુધી પોન્ડીચરીની ટિમ સામે ટક્કર ઝીલીને ટફ કોમ્પિટિશન આપ્યું હતું.પણ ગુજરાતની ટીમે હારનો સામનો કરીને સિલ્વર મેડલ જીતી સંતોષ માનવો પડ્યો હતો. પોન્ડીચરીએ ગોલ્ડ ગુજરાતે સિલ્વર અને ઓડિસાની ટિમના ફાળે બરૉન્સ મેડલ ગયો હતો.

સુરત: 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ ખાતે બીચ વોલીબોલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રવિવારે તેલંગણા અને ગુજરાતની વચ્ચે સેમી ફાઈનલ મેચ યોજાઈ હતી. આ મેચમાં ગુજરાતની મહિલા બીચ વોલીબોલ ટીમે તેલંગાણાની ટીમેને હરાવી ફાઈનલમાં પહોંચી ગઈ હતી. ત્યારે હવે ગુજરાતની મહિલા ટીમનો મુકાબલો પોંડિચેરીની મહિલા ટીમ સાથે થશે. રવિવારે બપોરે 3 વાગ્યે ગોલ્ડ મેડલ માટે ડુમસ બીચ ખાતે મુકાબસો થશે.

  • ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે તેલંગાણીને હરાવી
  • નીપા બારડ અને મનીષા ઝાલાની જોડેએ કમાલ કર્યો
  • ગુજરાતની મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી
  • 3 વાગ્યે ગોલ્ડ માટે પોંડિચેરી સામે થશે ટક્કર

નેશનલ ગેમ્સ: સુરતના ડુમસ બીચ ખાતે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ કરાવ્યો હતો
6 ઓક્ટબરે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંતર્ગત સુરતના ડુમસ બીચ (Dumas Beach) ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તા.6 ઓક્ટોબરથી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા તા. 9 ઓક્ટોબર સુધી ડુમસ બીચ પર રમાશે. જેમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 12 રાજ્યોની ટીમો ભાગ લીધો હતો.

Most Popular

To Top