સુરત : વર્ષ 2020 અને 2021માં કોરોનાના (Covid-19) નિયંત્રણોના (control) કારણે લોકો દિવાળી (Diwali) બરાબર ઉજવી શક્યા ન હતા. આ વખતે કોરોનાને લગતા કોઈ પણ નિયંત્રણો નથી. તેથી લોકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ ફટાકડાના(Crackers) વધેલા ભાવો લોકોને નારાજ કરી રહ્યા છે. ફટાકડાના વધેલા ભાવોના કારણે લોકો એવી રીતે દિવાળી કદાચ નહીં ઉજવી શકશે. જેવી રીતે 2019 પહેલા ઉજવી શક્યા હતા. આ વખતે ફટાકડાના ભાવોમાં (Prices) 50 ટકા સુધીનો વધારો છે.
- ફટાકડાના વધેલા ભાવથી નારાજ લોકો લોકો આ વખતે પહેલા જેવી દિવાળી ઉજવી નહીં શકે
- કોરોનાના નિયંત્રણો નહીં હોવા છતા લોકો ફાઈનાન્સીયલ ક્રાઈસીસમાંથી પસાર થતા મંદી જેવો માહોલ
હજી લોકો ફાઈનાન્સીયલ ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યા છે
છેલ્લા કેટલાક સમયથી તમામ વસ્તુઓના ભાવો વધી રહ્યા છે. તેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. દિવાળી દરમિયાન ફટાકડા ફોડી ઉજવણી કરનારા લોકો માટે માઠા સમાચાર છે. આ વખતે ફટાકડામાં અધધ કરી શકાય એટલો 50 ટકાનો ભાવ વધારો છે. કોરોનાના નિયંત્રણો નહીં હોવા છતા હજી લોકો ફાઈનાન્સીયલ ક્રાઈસીસમાંથી પસાર થઈ રહ્યા છે. મંદી જેવો માહોલ, તમામ વસ્તુઓના વધતા ભાવોના કારણે લોકો પ્રાયોરીટીની વસ્તુઓ પહેલા ખરીદશે. તેવામાં લોકો માટે ફટાકડા પ્રાયોરીટીમાં નથી એવું માની લેનારા ઘણા ફટાકડાના વેપારીઓ આ વખતે ફટાકડાનું વેચાણ નથી કરવાના.
ફટાકડાના ભાવોમાં અપેક્ષા કરતા વધુ ઉછાળો : વેપારી
ફટાકડાના વેપારી જુનેદબગલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ફટાકડાનું વેચાણ ઘટી ગયું હતું. આ વખતે કોરોના નહી હોવાના કારણે ફટાકડાના વેચાણમાં ઉછાળાની અપેક્ષા હતી. પરંતુ ફટાકડાના ભાવોમાં અપેક્ષા કરતા બહુ વધુ ઉછાળો છે. ફટાકડાની તમામ વેરાઈટીના ભાવોમાં 50 ટકાનો વધારો છે. સુરતમાં તમામ ફટાકડાઓ શિવાકાશીથી આવે છે.
રૂપિયાની લુમ 750 રૂપિયામાં વેચાય છે
સામાન્ય રીતે 500 રૂપિયામાં વેચાતું રોકેટનું પેકેટ 750 રૂપિયામાં વેચાય છે. 200 રૂપિયાના બોમ્બનું પેકેટ 300 રૂપિયામાં વેચાય છે. 400 રૂપિયાની કોઠીનું પેકેટ 600 રૂપિયામાં વેચાય છે. 500 રૂપિયાની લુમ 750 રૂપિયામાં વેચાય છે.