World

બાંગ્લાદેશ: બ્રિટિશ સમયના કાળી મંદિર પર હુમલો, મૂર્તિનું માથું અડધો કિલોમીટર દૂરથી મળ્યું

બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં (Bangladesh) ફરી એકવાર હિંદુ મંદિરને (Hindu Temple) નિશાન બનાવવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર શુક્રવારે કટ્ટરપંથીઓએ બ્રિટિશ (British) સમયના કાલી મંદિરમાં (Kali Temple) ઘૂસીને કાલી માતાની મૂર્તિની (Idol) તોડફોડ કરી હતી. મામલો ઝેનાઈદહ જિલ્લાના દૌતિયા ગામનો છે. આરોપીઓએ મૂર્તિનું માથું તોડી નાખ્યું હતું અને મંદિરથી અડધો કિલોમીટર દૂર ફેંકીને ભાગી ગયા હતા. પોલીસ (Police) દ્વારા આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અત્યારસુધી આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. 

  • બાંગ્લાદેશમાં બ્રિટિશ જમાનાના હિન્દુ મંદિર પર હુમલો
  • દુર્ગા પૂજાના 24 કલાક બાદ બની ઘટના
  • કટ્ટરપંથીઓએ કાલી મંદિરની મૂર્તિ તોડી ભાગી ગયા
  • અડધો કિલોમીટર દૂરથી મૂર્તિનું માથું મળ્યું
  • પોલીસ આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી

આ હુમલો રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો
બ્રિટશ સમયથી બનાવેલા મહાકાળીનું મંદિર પ્રાચીન અને અદ્દભૂત છે પરંતુ દૂર્ગાઅષ્ટમીના એક દિવસ બાજ જ કેટલાક કટ્ટરપંથીઓએ અડધી રાત્રે મંહિરમાં તોડફોડ કહી હતી. આ હુમલો રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો. મંદિર સમિતિના પ્રમુખ સુકુમાર કુંડાએ જણાવ્યું કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી, તેથી હુમલાખોરોએ ડર્યા વિના મૂર્તિઓ તોડી નાખી હતી. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી, પરંતુ લોકોની આસ્થાને ચોક્કસ ઠેસ પહોંચી છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કટ્ટરપંથીઓએ મૂર્તિનું શિશ અડધો કિલોમીટર દૂર જઈ ફેંકી દીધું હતું.

ઘટના ક્યારે બની હતી 
આ ઘટના 10 દિવસની દુર્ગા પૂજાના 24 કલાકની અંદર બની હતી. બાંગ્લાદેશ પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ચાંદનાથ પોદ્દારનું કહેવું છે કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે અગાઉ ગત વર્ષે પણ હિન્દુ મંદિર પર હુમલો થયો હતો. અને આ ઘટના દરમિયાન 3 લોકોના મોત થયા હતા. 

ભૂતકાળમાં પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા છે
મંદિરમાં ઘૂસી ધાર્મિક આસ્થાઓ સાથે ચેનચાળા અને તોડફોડની ઘટના પહેલીવાર નથી. આ પહેલા પણ અનેક વાર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ભૂતકાળમાં પણ હિંદુ મંદિરો પર હુમલા થયા છે. 30 ઓક્ટોબર 1990ના રોજ પણ અહીં હિંસા થઈ હતી, જેમાં ઘણા હિંદુઓ માર્યા ગયા હતા. 

Most Popular

To Top