સુરત: રાજ્યમાં એકન્દરે વરસાદે (Rain) વિદાઈ લઇ જ લીધી હતી ત્યારે ફરી એક વાર સમી સાંજે સુરતમાં મેઘરાજા ગાજ-વીજ સાથે તૂટી પડ્યા હતા. સાથે-સાથે શહેરના દરેક વિસ્તારોમાં (Every Area) છૂટો છવાયો વરસાદ વરસતા એકંદરે ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે વહેલી સવારથી જ વાતાવરણમાં (Atmosphere) એકાએક પલટો આવી ગયો હતો. વાદળ છવાયા વાતાવરણની વચ્ચે સવારથી જ લાગી રહ્યું હતું કે વરસાદ આવશે પણ આંખે-આખા દિવસના વિરામ બાદ સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં એકન્દરે ઠંડક પ્રસરી જવા પામી હતી.જોકે ત્રણએક દિવસ પહેલા જ રાજ્ય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમ્યાન વરસાદ આવશેની આગાહી કરી હતી જે મહદ અંશે સાચી પડી હતી.
સવારના પહોરમાં ઠંડીનો અહેસાસ હવે થઇ રહ્યો છે
એક બાજુ હાલ વસંત ઋતુ બેસી ગઈ છે ત્યારે હાલ સવારના પહોરમાં હલકી હલકી ઠંડીનો અહેસાસ થાય છે.છેલ્લા એક અઠવાડીયાથી હવે મોસમનો મિજાજ પણ બદલાયો હતો ત્યારે હવે એવું ચોક્કસ રીતે લાગી રહ્યું હતું કે વરસાદે સંપૂર્ણ વિદાઈ લીળી હતી અને હવે શીત ઋતુનો પ્રારંભ થઇ ગયો છે.પણ શુક્રવારે સાંજે ગાજવીજ સાથે ફરી એક વાર મેઘરાજાની સવારી આવી પહોંચતા રીતસર ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો.શહેરના વિવિધ ઝોન પૈકી વરાછા ઝોનમાં તો સાંજના સમયે કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા થઇ વરસાદ તૂટી પડતા લકોમાં પણ કૌતુક સર્જાયું હતું.દિન ભાર વાદળા છવાઈ જતા ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ પણ શહેરી જનોએ અનુભવ્યો હતો.
કામકાજથી આવતા લોકો પરેશાન
સાંજના સમયે વરસાદ પડતા દિવસ દરમિયાન કામકાજ ગયેલા લોકોને પલળવાનો વારો આવ્યો હતો. રેઈનકોટ કે છત્રી વગર નીકળેલા લોકોને વરસાદી ઝાપટાના કારણે પલળવાનો વખત આવ્યો હતો. તો લોકો બ્રિજ નીચે કે પછી ઝાડ નીચે ઊભા રહેતા જોવા મળ્યા હતા. શિયાળાની શરૂઆતમાં પડેલા વરસાદના પગલે રોગચાળો વકરે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક અસર
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનિક લો પ્રેશરની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.જેના પગલે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારો રહ્યો હતો. જો કે, સાંજના સમયે સરથાણા વરાછા અને કામરેજ સહિતના વિસ્તારોમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.