World

થાઈલેન્ડમાં ફાયરીંગ: 22 બાળકો સહિત 34 લોકોની ક્રૂર હત્યા, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી

થાઈલેન્ડ(Thailand ): થાઈલેન્ડના પૂર્વોત્તર પ્રાંતમાં બાળ સંભાળ કેન્દ્ર(Child Care Centre)માં સામૂહિક ગોળીબાર (Firing)માં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં કુલ 22 બાળકો અને 12 વયસ્કોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા અચાયોન ક્રાથોંગના જણાવ્યા અનુસાર, આ ઘટના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતમાં બની હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે 34 લોકોની હત્યા કર્યા બાદ હુમલાખોરે તેના બાળક અને પત્નીને પણ ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પૂર્વ પોલીસ અધિકારીએ ઘટનાને અંજામ આપ્યો હતો
એક ન્યૂઝ એજન્સીનાં અહેવાલ અનુસાર, આ ક્રૂર ઘટનાને અંજામ આપનાર પૂર્વ પોલીસ અધિકારી છે. ઘટના બાદ હોબાળો મચી ગયો છે. હુમલો કર્યા પછી, હુમલાખોર તેના ઘરે પાછો ગયો અને તેણે તેની પત્ની અને બાળક સાથે પોતાને ગોળી મારી દીધી હતી ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા લોકો આશ્રય લેવા માટે સલામત સ્થળે ખસી ગયા છે. થાઈલેન્ડની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેટિવ પોલીસે એક નિવેદનમાં કહ્યું- અમે ચાઈલ્ડ સેન્ટરમાં ગોળીબાર કરનાર હુમલાખોર 34 વર્ષીય પાન્યા ખમરાબનો પીછો કરી રહ્યા છીએ. થાઈલેન્ડની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન પોલીસ (સીઆઈપી)ના જણાવ્યા અનુસાર, ગુનેગાર દ્વારા રજીસ્ટર્ડ 6 કોર 6499, બેંગકોકની સફેદ ટોયોટા વિગો પીકઅપ ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

PM એ એલર્ટ જાહેર કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલાઓમાં બાળકો અને પુખ્ત વયના બંનેનો સમાવેશ થાય છે. તે જ સમયે, ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, જેણે આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો છે તે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. આ ઘટના બાદ થાઈલેન્ડના વડાપ્રધાને તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા અને ગુનેગારને પકડવા માટે એલર્ટ જાહેર કર્યું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડમાં લાયસન્સવાળી બંદૂકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે, પરંતુ સત્તાવાર આંકડાઓમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારોનો સમાવેશ થતો નથી.

અગાઉ 2020માં થાઈલેન્ડમાં સામૂહિક શૂટિંગ થયું હતું
આ પહેલા થાઈલેન્ડમાં વર્ષ 2020માં આવું જ સામૂહિક ગોળીબાર થયું હતું, જેમાં પ્રોપર્ટી ડીલને લઈને ગુસ્સે થયેલા સૈનિક દ્વારા 29 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચારેય જગ્યાએ ફેલાયેલી આ ઘટનામાં 57 લોકો ઘાયલ થયા હતા.

Most Popular

To Top