Sports

ભારતના શ્રીજેશ અને સવિતા ગોલકીપર્સ ઓફ ધ યર જાહેર

નવી દિલ્હી: ભારતના (India) પીઆર શ્રીજેશ અને સવિતા પુનિયાને બુધવારે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ) એવોર્ડ્સમાં સતત બીજી વખત વર્ષના શ્રેષ્ઠ પુરૂષ અને મહિલા ગોલકીપર (Goalkeeper) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શ્રીજેશ છેલ્લા 16 વર્ષથી ભારતનું પ્રતિનિધિત્વ કરતી ટીમનો અભિન્ન ભાગ છે. એફઆઇએચ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં શ્રીજેશની પ્રશંસા કરતા કહેવામાં આવ્યું હતું કે, વયને અવગણીને પીઆર શ્રીજેશની કારકિર્દી લંબાઇ રહી છે અને આ 34 વર્ષીય ભારતીય ખેલાડી પોતાની રમતનું સ્તર સતત આગળ લઇ જઇ રહ્યો છે. સવિતા બાબતે કહેવાયું હતું કે સવિતા ભારતીય ગોલપોસ્ટનો બચાવ કરવામાં શાનદાર હતી. તેણે ઘણી વખત અશક્ય પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક ધ્યેયનો બચાવ કર્યો. તેથી તે આશ્ચર્યજનક નથી કે તેણીને વિશ્વભરના અન્ય ગોલકીપર કરતાં લગભગ બમણા મત મળે છે.

આ એવોર્ડ માટે શ્રીજેશને કુલ 39.9 ટકા માર્ક્સ મળ્યા હતા. બેલ્જિયમનો લોઇક વાન ડોરેન 26.3 પોઈન્ટ સાથે બીજા અને નેધરલેન્ડનો પ્રિમિન બ્લેક 23.2 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. મતોની આ ટકાવારી નિષ્ણાતો 40%, ટીમ 20%, ચાહકો 20% અને મીડિયા 20% દ્વારા કરવામાં આવેલા મતદાન પર આધારિત હતી. 32 વર્ષની સવિતાએ 37.6 ટકા માર્ક્સ મળ્યા હતા. આર્જેન્ટિનાની દિગ્ગજ ખેલાડી બેલેન સુસી 26.4 ટકા સાથે બીજા જ્યારે ઓસ્ટ્રેલિયાનૂ દિગ્ગજ ખેલાડી જોસલિન બાર્ટમ 16 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ જીતનાર શ્રીજેશ ત્રીજો જ્યારે સવિતા પણ માત્ર ત્રીજી મહિલા ખેલાડી
શ્રીજેશ સતત બે વાર એફઆઇએચ ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ જીતનાર ત્રીજો ખેલાડી છે. આ પહેલા ડેવિડ હર્ટ (ઇરે) 2015 અને 2016 અને વિન્સેન્ટ વનાશ (બેલ્જિયમ) 2017 થી 2019 સુધી સતત ત્રણ વખત જીતી ચૂક્યા છે. સવિતા 2014થી શરૂ કરીને સતત બે ટર્મ માટે ગોલકીપર ઓફ ધ યર (મહિલા) એવોર્ડ જીતનારી માત્ર ત્રીજી ખેલાડી છે.

સવિતાએ ગોલકીપર ઓફ ધ યર જાહેર થવા બદલ આશ્ચર્ય સહ આનંદ વ્યક્ત કર્યો
નેશનલ ગેમ્સ માટે ગુજરાતમાં આવેલી સવિતાએ કહ્યું હતું કે આ ચોક્કસપણે એક મોટું આશ્ચર્ય અને ખૂબ આનંદદાયક છે. મને ખાતરી છે કે ઘણા ભારતીય હોકી ચાહકોએ અમને મત આપ્યો છે અને હું તેમાંથી દરેકનો આભાર માનું છું. સવિતાએ એફઆઇએચ પ્રો લીગ 2021-22ના તેમના પ્રથમ અભિયાનમાં ટીમના ત્રીજા સ્થાને પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય કેપ્ટને આ સમયગાળા દરમિયાન 14 મેચમાં 57 ડિફેન્સ કર્યા હતા.

Most Popular

To Top