Dakshin Gujarat

નવાપરામાં વિખૂટી પડેલી ચાર વર્ષની બાળકીનું માતાપિતા સાથે મિલન

હથોડા: પાલોદ (Palod) પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા (Navapara) વિસ્તારમાંથી એકલીઅટૂલી ચાર વર્ષની માસૂમ બાળકી વાહન વ્યવહારથી ઊભરાતા ભરચક વિસ્તારના કીમ- માંડવી માર્ગ (Kim Mandvi Road) પરથી રસ્તે રઝળતી હાલતમાં મળી આવતાં પાલોદ પોલીસે (Police) જમાદાર બાળકીને નજીકમાં આવેલી પાલોદ પોલીસ ચોકીએ લઈ આવી ચા-બિસ્કિટ ખવડાવી ગભરાયેલી બાળકીને શાંત કરી હતી. અને બાળકીની પૂછપરછ કરતાં માતા-પિતાનાં નામઠામ પણ જાણવા મળ્યાં ન હતાં. જેથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ બાળકી જે તરફથી આવી હતી, તે વિસ્તારમાં શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે, આ બાળકી નવાપરા વિસ્તારમાં રહે છે.

ચાર વર્ષની બાળકી માતાની શોધમાં ઘરેથી એકલી નીકળી પડી
મધ્યપ્રદેશનો શ્રમજીવી યુવાન રામ સખા સંપત કોર તેની પત્ની મલવાબેન સાથે મધ્યપ્રદેશ થી મજૂરી કામ માટે અત્રે આવીને કીમ ચાર રસ્તા નજીકના નવાપરા ખાતે રહે છે. ગઈકાલે મોડી સાંજે માતા મલવાબેન નજીકમાં આવેલ બજારમાં ગઈ હતી અને પિતા કામ પર ગયા હતા ત્યારે ઘરે એકલી રહેલી તેમની ચાર વર્ષની બાળકી પુષ્પા માતાની શોધમાં ઘરેથી એકલી નીકળી પડી હતી રાત્રિનો સમય થઈ જતા અંધારું છવાઈ ગયુ હતુ અને તે વાહન વ્યવહારથી ઉભરાતા કીમ ચાર રસ્તા કીમ માંડવી રોડ પર એકલી અટૂલી ચાલતી કીમ ચાર રસ્તા તરફ આવી રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બાળકો ઉઠાવી જવાની ઘટના ના ખોટા હોબાળા વચ્ચે ઘરે થી નીકળી પડેલી ચાર વર્ષની માસુમ બાળકીને પોલીસે માતા-પિતા ની શોધખોળ કરીને પુત્રીનો મેળાપ કરાવી દેતા મધ્યપ્રદેશ ના યુગલની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ઉઠી હતી . અને તેમણે પાલોદ પોલીસ ચોકીના જમાદાર નલિનભાઈ નો ઘણો આભાર માન્યો હતો.

માંડવીના હોળીચકલા ફળિયાનો યુવક અચાનક થયો ગુમ
માંડવી : માંડવીના હોળીચકલા ફળિયામાં રહેતા પ્રતિક તરૂણભાઈ શાહ જેઓ તા. 27 સપ્ટેમ્બરના રોજ કાળા કલરનો લાંબી બાયનો શર્ટ,કમરમાં બ્લ્યુ કલરનો જીન્સનો પેન્ટ અને પગમાં સફેદ કલરના સ્પોર્ટ બુટ પહેરી ઘરે થી સુપડી વિસ્તારમાં આવેલા બસસ્ટેન્ડ તરફ આવી તેમના મિત્ર સાથે મઢી જાવ છું.તેમ કહી નીકળ્યો હતો.તેઓ ગુજરાત, હિન્દી અને અંગ્રેજી ભાષા સારી જાણે છે.જે બોલી,લખી,વાંચી શકે છે.જેઓ સાંજે પરત ઘરે ન આવતા પરિવારના સભ્યો આસપાસ તપાસ કરી હતી.પરંતુ કોઈ પટ્ટો ન મળતા આખરે તેમના ભાઈ હિરેન શાહે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા ટાઉન જમાદાર મુકશે ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top