અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat express train) અને અમદાવાદ મેટ્રો (Metro) રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદી ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અમદાવાદમાં પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. મેટ્રો ટ્રેનમાં સવાર થઈ પીએમ મોદી થલતેજ જવા નીકળ્યા. થલતેજ પહોંચી મોદી જનસભા સંબોધશે. પીએમ મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી. આ પહેલા તેમણે ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને તેઓ ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.
પીએમ મોદીએ અમદાવાદમાં જનસભાને સંબોધન કરી રહ્યા છે. જ્યાં તેમણે અમદાવાદીઓનો ભરપેટ વખાણ કર્યા હતા. અને ત્યાર બાદ મેટ્રો અને વંદે ભારત વિશે પણ માહિતી આપી હતી. ત્યારે પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હું એક રિકવેસ્ટ કરું છું કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. તેનું ખોદકામ કેવી રીતે કરવામાં આવ્યું, તેમજ ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો વિશે માહિતી મેળવે. તેમજ શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે.
અમદાવાદીઓના વખાણ કરતા કહ્યું 100-100 સલામ નવરાત્રીમાં આખી રાત ગરબા રમ્યા હોય તેમ છતાં આવા તડકામાં આટલા બધા લોકો સભામાં હાજર રહ્યા તે મેં પહેલીવાર જોયું. આવો કાર્યક્રમ તો અમદાવાદીઓ જ કરી બતાવે. તેમણે કહ્યું કે આ આવાત વર્ષે 75 વંદે ભારત એક્સપ્રેસ સમગ્ર ભારતમાં દોડાવવાનો લક્ષ્યાંક છે. તેમણે મેટ્રોની વાત કરતા જણાવ્યું કે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે.
વડાપ્રધાન મોદીએ વસ્ત્રાપુરમાં જાહેર સભાનું સંબોધન ભારત માતા કી જય બોલાવી કરાવ્યું. તેમણે કહ્યું કે, 21મી સદીમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ગાંધીનગરથી મુંબઈની વંદે ભારત ટ્રેનની મુસાફરી મારા માટે ગૌરવનો સમય હતો. તેમણે કહ્યું કે વંદેભારત ટ્રેનમાં હવાઈ જહાજમાં જેટલો અવાજ આવે છે તે 100 ટકાથી ઘટી જાય છે. તેથી હવે હવાઈ જહાજ છોડી ટ્રેનોમાં સફર કરશે. વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વંદે ભારત ટ્રેન હવે ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે.
પીએમ મોદી મેટ્રોનું ઉદ્દઘાટન કરી સાંજે 5:45 વાગ્યે અંબાજી ખાતે પહોંચશે જ્યાં તેઓ 7200 કરોડના પ્રકલ્પોનો શિલાન્યાસ અને તે સિવાય અન્ય વિકાસના પ્રોજ્કેટનું ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ પીએમ મોદી અંબાજી મંદિરના દર્શન અને પૂજા કરશે. નવરાત્રીમાં માં અંબેના દર્શન બાદ પીએમ મોદી 7:45 વાગ્યે અંબાજીમાં ગબ્બર ખાતે મહાઆરતી કરશે.