પલસાણા: પલસાણાના (Palsana) માખીંગા ગામે પ્લાસ્ટિકની બેગ્સ (Plastik Bags) બનાવતી કંપનીએ પ૨ લાખથી વધુની બેગ્સ અગલ અલગ કંપનીના ઓર્ડર પ્રમાણે બનાવી તેની ડિલિવરી (Deal) માટે વાપીના ટ્રાન્સપોર્ટરને માલ આપ્યો હતો. ત્યારે ટ્રાન્સપોર્ટરે (Transportar) માલને સગેવગે કરી દેતાં પલસાણા પોલીસે (Police) ફરિયાદના આધારે તમામ માલ રિકવર કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અને અન્ય બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તિરૂભવન પોલિમર્સના મેનેજરે ફરિયાદ કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના માખીંગા ગામે પ્લાસ્ટિકને પેકિંગ બેગ બનાવતી કંપની તિરૂભવન પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અલગ અલગ કંપનીના ઓર્ડર પ્રમાણે ૫૨૫૬૭૧૧ રૂપિયાની બેગ્સ તૈયાર કરી તેને ડિલિવરી આપવા માટે વાપીસ્થિત સાંઇનાથ કોમ્પ્લેક્સ મમતા કાંટા ફેસ-૨ ખાતે આવેલા દુર્ગા ટ્રાન્સપોર્ટના સંચાલક શ્યામભાઇની અગલ અલગ ટ્રકોમાં કિંમત ૫૨૫૬૭૧૧ રૂપિયાની પ્લાસ્ટિકની સિમેન્ટ ભરવાની બેગ્સ નંગ-૪૬૨૦૦૦ ભરી ડિલિવરી કરવા માટે રવાના કરી હતી. ત્યાર બાદ સિમેન્ટ કંપની પાસે બેગ્સ ના મળતાં કંપનીએ બેગ્સ ના મળી હોવાની ટેલિફોનીક જાણ કરતાં તેમણે ટ્રાન્સપોર્ટના સંચાલકને ફોન કરતાં પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ત્યારે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તિરૂભવન પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજરે આ અંગે પલસાણા પોલીસમથકે ફરિયાદ કરી હતી.
મુખ્ય સૂત્રધાર વોન્ટેડ જાહેર
પલસાણા પોલીસમથકના પીએસઆઇ સી.એમ.ગઢવીને બાતમી મળી હતી કે, વાપી સ્થિત આવેલ ડુંગર ગામ પીરમેળા રોડ ગેટ ફળિયામાં રહેતા પ્રકાશભાઇના ગોડાઉનમાં સિમેન્ટ ભરવાની બેગ્સ સંતાડી રાખી છે. જેના આધારે પલસાણા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં ૫૨પ૬૭૧૧ રૂપિયાની બેગ સાથે ગોડાઉનના માલિક પ્રકાશ રામવિલાસ યાદવને પોલીસે ઝડપી પાડી આ ગુનાના મુખ્ય સૂત્રધાર શ્યામભાઇ તેમજ પવનને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
દુકાનનાં ગોડાઉનમાંથી 150 મોબાઈલ બારોબાર વેચી દીધા
વ્યારા: બુહારીમેઇન બજારમાં આવેલી ચેપ્સ મોબાઇલની દુકાનનાં ગોડાઉનમાંથી 150 મોબાઈલ બારોબાર વેચી નાણાં ઉસેટનારા બુહારી ફિરદોસ પાર્ક સોસાયટીના સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ મેમણ, અરબાઝ નસીમ અન્સારીને પોલીસે (Police) દબોચી લીધા છે. ફેબ્રુઆરી ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન થોડા થોડા કરી આશરે ૧૫૦ જેટલા મોબાઇલ અલગ અલગ વેપારીઓને આ બંને જણાએ બિલ વગર વેચી દીધા હતા. આ મોબાઇલ વેચાણની ગોડાઉન માલિક સાથે સમાધાનમાં નક્કી થયેલા રૂ. ૬.૫૦ લાખ પણ ચુકવ્યા ન હતા.
મોબાઇલ ચોરનારાઓ એજન્ટ તરીકેની નોકરી કરતો હતો
આ મોબાઇલ વેચાણની ગોડાઉન માલિક સાથે સમાધાનમાં નક્કી થયેલા રૂ. ૬.૫૦ લાખ પણ ચુકવ્યા ન હતા. ઉપરથી એજન્સી ચલાવનારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.મોબાઇલ ચોરનારાઓમાં સરફરાજ ઉર્ફે રાજુ ત્યાં જ એજન્ટ તરીકેની નોકરી કરતો હતો તથા અરબાઝ સેલ્સમેનની નોકરી દરમિયાન વિશ્વાસ તથા ભરોસો કેળવી એજન્સીનાં માલિકની ગેરહાજરીમાં આ કારનામા કર્યા હતા. એજન્સી ચલાવનાર સરફરાજ અબ્દુલ કાદર મેમણએ સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ મેમણ તથા અરબાઝ નસીમ અન્સારી વિરુદ્ધ પોલીસે રિમાંડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.