વ્યારા: બુહારી મેઇન બજારમાં (Buhari Main Bazaar) આવેલી ચેપ્સ મોબાઇલની દુકાનનાં (Mobile Shop) ગોડાઉનમાંથી બુહારી ફિરદોસ પાર્ક સોસાયટીનાં સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ મેમણ, અરબાઝ નસીમ અન્સારીએ ફેબ્રુઆરી ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન થોડા થોડા કરી આશરે ૧૫૦ જેટલા મોબાઇલ અલગ અલગ વેપારીઓને બીલ (Bill) વગર વેચી દીધા હતા. આ મોબાઇલ વેચાણની સમાધાનમાં નક્કી થયેલા રૂ. ૬.૫૦ લાખ ચુકવ્યા ન હતા. ઉપરથી એજન્સી ચલાવનારને જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.
મોબાઇલ ચોરનારાઓમાં સરફરાજ ઉર્ફે રાજુ ત્યાં જ એજન્ટ તરીકેની નોકરી કરતો હતો તથા અરબાઝ સેલ્સમેનની નોકરી દરમ્યાન વિશ્વાસ તથા ભરોશો કેળવી એજન્સીનાં માલિકની ગેરહાજરીમાં આ કારનામાઓ કર્યા હતા. એજન્સી ચલાવનાર સરફરાજ અબ્દુલ કાદર મેમણ (ઉ.વ.૩૭)(રહે.બુહારી ગામ તળાવ ફળીયુ તા.વાલોડ જી.તાપી)એ સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ મેમણ તથા અરબાઝ નસીમ અન્સારી વિરૂધ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી હતી.
પુત્રને સ્કૂલેથી લઈ બાઈક પર ઘરે જતાં પિતાના ખિસ્સામાંથી બે બાઈક સવારો મોબાઈલ આંચકી ગયા
પલસાણા : પલસાણા તાલુકાના ચલથાણ ગામે રહેતા શ્રી રંગ સદનમાં રહેતા રવીશ જયભારતસિંહ પરમાર સોમવારે તેમની બાઇક લઇ કામરેજની વશિષ્ઠ વિદ્યાલયમાંથી તેમના બાળકને લઇ ચલથાણ તેમના ઘરે પરત જઇ રહ્યા હતા. ત્યારે કડોદરા ચાર રસ્તા નજીક હનુમાન મંદિરની સામેથી પસાર થતી વેળા પાછળથી બાઇક પર આવેલા બે શખ્સો ૨વીશભાઈના શર્ટના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચીલઝડપ કરી નાસી છુટ્યા હતા. આ અંગે રવીશભાઈએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આગળની તજવીજ હાથધરી છે.
આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઈકો ગાડીના સાયલન્સર ચોરાયા
ભરૂચ : આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઈકો ગાડીના સાયલન્સર ચોરી થયા છે. આમોદમાં ગણેશ નગરમાં રહેતા અર્પિત હરેન્દ્ર પઢીયારની ઈકો ગાડી ઘર આંગણે પાર્ક કરેલી હતી ત્યારે રાત્રે ચોર ઈકો ગાડીનું સાયલન્સર ચોરી ગયા હતા તેમજ ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ રહીમ જાદવની ઈકો ગાડી સવારે આછોદ ચોકડી પાસે પાર્ક કરીહતી. ત્યારે મળસ્કે ચોર આ ગાડીનું સાયલન્સર ચોરી ગયા હતાં. જેની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.