SURAT

નેશનલ ગેમ્સ: તામિલનાડુની ખેલાડીને હરાવી સુરતનો હરમીત ટેબલ ટેનિસની ફાઈનલમાં

સુરત: ગુજરાતના પોસ્ટર બોયસ હરમીત દેસાઈ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં પહોંચી ગયો છે.ટેબલ ટેનિસ પુરુષ સિંગલ સેમિફાઇનલમાં ગુજરાતના હરમીત દેસાઈએ તમિલનાડુના જી સાથિયાન ને 4-2 થી હરાવી ફાઇનલમાં પહોંચ્યો હતો. હરમીત દેસાઈ અને માનુષ શાહ શુક્રવારે અહીં 36મી નેશનલ ગેમ્સમાં મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની સેમિફાઈનલમાં વિજય સાથે પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે સુરતી બોયસ માનવ ઠક્કર ક્વાર્ટર ફાઇનલમાં તમિલનાડુના ટોચના ક્રમાંકિત જી. સાથિયાન સામે જોરદાર લડત આપીને હારી ગયો હતો.

  • નેશનલ ગેમ્સ ટેબલ ટેનિસ: હરમીત દેસાઈ ફાઈનલમાં પહોંચ્યો
  • હરમીત દેસાઈ અને હરિયાણાનાં સૌમ્યજીત વચ્ચે ફાઈનલ રમાશે
  • ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવવા મહેનત કરીશ: હરમીત દેસાઈ

ફાઈનલમાં પહોંચ્યા બાદ હરમીત દેસાઈએ જણાવ્યું હતું કે, ફાઈનલમાં પહોંચતા ખુબ જ આનંદ થાય છે. ગુજરાતએ ગોલ્ડ મેડલ અપાવવા મહેનત કરીશ. ગુજરાતના માનુષ શાહ અને હરિયાણાના સૌમ્યજીત ઘોષ વચ્ચે સેમિફાઈલ હાલ ચાલી રહી હતી. જેમાં સેમી ફાયનલમાં હરિયાણાના સૌમ્યજીતે ગુજરાતના માનુષને ચાર એકથી હરાવી દીધો હતો. હવે ફાઈનલ ગુજરાતના હરમીત અને હરીયાણાના સૌમ્યજીત વચ્ચે સાંજે રમાશે. આ ત્રિપુટીએ સ્પર્ધાના પેહલા અને બીજા દિવસે પીડીડીયુ ઇન્ડોર સ્ટેડિયમમાં ભરચક ભીડને રોમાંચિત કરી હતી, અને પુરુષોની ટીમ ગોલ્ડ જીતી ગઈ હતી. સુરતના હરમીત દેસાઇએ ક્વાર્ટર ફાઇનલમાં શ્રેષ્ઠ આક્રમક પ્રદર્શન કરીને મહારાષ્ટ્રના દીપિત પાટીલને 4-0થી હરાવ્યો હતો.

આ વિડીયો જોવા અહીં ક્લિક કરો

માનુષ-કૃતિત્વિકા મિક્સ્ડ ફાઇનલમાં પહોંચ્યા
ગુજરાતના માનુષ શાહ અને હરમીત દેસાઈના પત્ની કૃતત્વિકા સિન્હા રોયના મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં અનુભવી મૌમા દાસ અને અનિર્બાન ઘોષને 4-11, 11-4, 11-8, 9-11, 11-8થી પરાજય આપ્યો હતો. યજમાન ગુજરાત માટે દિવસનો અંત સર્વશ્રેષ્ઠ રહ્યો હતો. તેઓ હવે ગોલ્ડ મેડલ મુકાબલામાં એફઆર સ્નેહિત અને શ્રીજા અકુલાની તેલંગાણાની જોડી સામે ટકરાશે.

:-મહત્વપૂર્ણ પરિણામો-:

મેન્સ સિંગલ્સ (કવાર્ટર ફાઇનલ):
જી. સાથિયાન (ટીએન)એ માનવ ઠક્કર (ગુજ)ને 11-7, 11-8, 8-11, 14-12, 13-11થી હાર આપી; હરમીત દેસાઈ (ગુજ)એ દીપિત પાટીલને (મહારાષ્ટ્ર) 11-3, 11-6, 11-2, 11-9થી હાર આપી; માનુષ શાહ (ગુજ)એ ફિડેલ રફીડુ સ્નેહિત સિરવજ્જુલા (ટેલ)ને 3-11, 11-13, 11-7, 11-9, 12-10, 11-9 થી હાર આપી; સૌમ્યજીત ઘોષ (હર)એ શરથ કમલ (ટીએન) 11-7, 12-10, 11-8, 6-1 (નિવૃત્ત)

મહિલા સિંગલ્સ (કવાર્ટર ફાઇનલ):
મણિકા બત્રા (ડેલ)એ કૃત્વિકા સિન્હા રોય (ગુજ) 11-8, 8-11, 7-11, 11-8, 11-8, 11-4થી હાર આપી; સુતીર્થ મુખર્જી (WB)એ રેથરિષ્ય ટેનિસન (માહ)ને 11-9, 12-10, 11-8, 10-12, 11-9થી હાર આપી; દિયા ચિતાલે (માહ)એ સુહાના સૈની (હર) 11-5, 4-11,11-7, 3-11, 11-5, 8-11, 11-9થી હાર આપી; અકુલા શ્રીજા (WB)એ આહિકા મુખર્જી (ટેલ) 11-4, 11-6, 11-5, 11-4ને હાર આપી.

મેન્સ ડબલ્સ (કવાર્ટર ફાઇનલ):
હરમીત દેસાઈ/માનવ ઠક્કર (ગુજ)એ સુધાંશુ ગ્રોવર/પાયસ જૈન (ડેલ)એ 11-8, 11-8, 11-5ને હાર આપી; અર્જુન ઘોષ/અનિર્બાન ઘોષ (પશ્ચિમ બંગાળ)એ સૌમ્યજીત ઘોષ/જુબિન કુમાર (હર)ને 11-7, 11-7, 11-1ને હાર આપી; માનુષ શાહ/ઈશાન હિંગોરાણી (ગુજ)એ સાર્થક ગાંધી/વેસ્લી દો રોસેરિયો (હાર)ને 12-10, 11-9, 11-8 હરાવ્યા; જીત ચંદ્ર/રોનિત ભાંજા (પશ્ચિમ બંગાળ)એ સાનિલ શેટ્ટી/રવીન્દ્ર કોટિયન (માહ) 11-7, 11-5, 11-4 થી હરાવ્યા હતા.

મહિલા ડબલ્સ (કવાર્ટર ફાઇનલ):
દિયા ચિતાલે/સ્વસ્તિકા ઘોષ (માહ)એ કૃતિત્વિકા સિન્હા રોય/ફ્રેનાઝ ચિપિયા (ગુજ) 11-5, 5-11, 10-12, 7-11ને હરાવ્યા ; આહિકા મુખર્જી/સુતીર્થ મુખર્જી (WB)એ એન. દીપિકા/વી, કૌશિકા (TN) 11-4, 12-10, 11-7ને હરાવ્યા, શ્રુતિ અમૃતે/રેત્રીષ્ય ટેનિસન (માહ)એ એસ. યાશિની/સીઆર હર્ષવર્ધિની (ટીએન)ને 11-3, 11-7, 8-11, 11-6થી હરાવ્યા ; યશસ્વિની ઘોરપડે/ખુશી વી.(કર)એ ટેકમે સરકાર/પ્રાપ્તિ સેન (ડબ્લ્યુબી) 13-11, 14-12, 11-5ને હરાવ્યા હતા.

Most Popular

To Top