Dakshin Gujarat

ભરૂચમાં 1 કરોડના ખર્ચે બનેલું રેનબસેરા મજૂરોનું આશ્રય સ્થાન!

ભરૂચ: ભરૂચમાં (Bharuch) સિવિલ રોડ પર એકાદ કરોડના ખર્ચે બનેલું નિરાધારો માટે બનેલું રેનબસેરામાં (Ran Basara) કથિતરીતે કોન્ટ્રાક્ટરોના હજારોના મોબાઈલો રાખતા મજૂરો રાત્રિરોકાણ કરતાં વિવાદે વેગ પકડ્યો છે. રેન બસેરા ઘરવિહોણા લોકો માટે નહીં પરંતુ મજૂરિયાત વર્ગ (Laboring Class) માટેનું બની ગયું હોય તેવું બહાર આવ્યું છે. ભરૂચ શહેરના જાહેર માર્ગોના ફૂટપાથ ઉપર (sidewalk) ઘરવિહોણા લોકો આરામ કરી રહ્યા હોવાનાં દૃશ્યો જોવા મળ્યાં છે. રેનબસેરા બન્યાને દોઢેક વર્ષથી તેનું યોગ્ય સંચાલન સેવાયજ્ઞ સમિતિને સોંપાતાં સિવિલ હોસ્પિટલ પાછળ ડેરા તંબુ નીચે ૧૦૦થી વધુ ઘરવિહોણા નિરાધાર અને વિકલાંગો આશરો લઇ રહ્યા છે.

આધારકાર્ડ લઈ અમે આશરો આપીએ છીએ: રાકેશ ભટ્ટ
સેવાયજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, રેનબસેરામાં આજે ૨૦૦ લોકોની કેપિસિટી છે. છતાં રોજબરોજ ૨૫૦થી ૩૦૦ લોકો આવે છે, જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ કોઈ નશાખોરી હાલતમાં ન હોય કે અને ઘર ન હોય તો આધારકાર્ડ લઈ અમે આશરો આપીએ છીએ.

પાલિકા કાળજી રાખવામાં નિષ્ફળ નીવડી છે: સમસાદઅલી સૈયદ
આ મુદ્દે વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, સોમવારે અમે રેનબસેરામાં જઈને જોયું તો એક કેટરર્સ ટેમ્પામાં મજૂરો ભરીને આવેલા છે. તેમનો રાતવાસો રેનબસેરામાં કરવાનો ઈરાદો હતો. આ મુદ્દે પાલિકા કાળજી રાખવામાં નિષ્ફળ નીવડી છે.

તપાસ કરી કાર્યવાહી કરાશે: દશરથસિંહ ગોહિલ
રેનબસેરામાં મજૂરોના પડાવ મુદ્દે ભરૂચ પાલિકાના સીઓ દશરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રેનબસેરાએ કોઈનું ઘર ન હોય અને ભિક્ષુક હોય એના માટે રાતવાસો રહેવાની વ્યવસ્થા છે. છતાં આ બાબતે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

બારડોલી રેલવે સ્ટેશન નજીકના બસ સ્ટેન્ડનું શૌચાલય ગંદકીથી ઊભરાયું

બારડોલી: બારડોલી રેલવે સ્ટેશન નજીક આવેલા એસટી બસ સ્ટેન્ડના શૌચાલયમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બસ સ્ટેન્ડમાં પણ સ્વચ્છ ભારત અભિયાન લીરેલીરા ઉડાડતા નજરે પડે છે. બસ સ્ટેન્ડ પરિસરમાં અનેક વનસ્પતિઓ ઊગી નીકળી હોવાથી મુસાફરો માટે મુશ્કેલી સર્જાઇ રહી છે.ગુજરાત રાજ્ય વાહન-વ્યહવાર નિગમ લિમિટેડના સુરત વિભાગ અંતર્ગત આવતા બારડોલી એસ.ટી. ડેપોના અણઘડ વહીવટને કારણે બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાફસફાઇના અભાવે રેલવે સ્ટેશન નજીક આવેલ બસ સ્ટેન્ડનું શૌચાલય બિન ઉપયોગી બની ગયું છે. શૌચાલયમાં મહિનાઓથી સફાઈ ન થઈ હોય એવી સ્થિતિ સર્જાય છે. મુસાફરોએ શૌચક્રિયા માટે શૌચાલયની બહાર જ જવું પડે છે.

Most Popular

To Top