નવી દિલ્હી: દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ (Indian businessman) અને ટાટા સન્સના (Tata Sons) ચેરમેન રતન ટાટાને (Ratan Tata) મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને પીએમ કેર્સ ફંડના (PMCares Fund) નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ (KT Thomas) અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને (Kariya Munda) પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.
પીએમ કેર ફંડમાં આ નવા મેમ્બર
મળતી માહિતી અનુસાર આ સિવાય દેશની કેટલીક અન્ય મોટી હસ્તીઓને સલાહકાર જૂથમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. પૂર્વ CAG રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ CEO આનંદ શાહને સલાહકાર બોર્ડમાં નામાંકિત કરવામાં આવ્યા છે.
PMની અધ્યક્ષતામાં બેઠક
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે PM CARES ફંડની રચના 2020માં કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી રાહત તરીકે કરવામાં આવી હતી. આ ફંડના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
પ્રધાનમંત્રીએ કહી આ વાત
પ્રધાનમંત્રી નાગરિક સહાય અને ઇમરજન્સી સિચ્યુએશન રિલીફ ફંડ (PM CARES Fund) નું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન 27 માર્ચ, 2020 ના રોજ નવી દિલ્હીમાં નોંધણી અધિનિયમ 1908 હેઠળ કરવામાં આવ્યું હતું. આ ફંડમાં કરવામાં આવેલ દાન સંપૂર્ણપણે કરમુક્ત છે. વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, PM મોદીએ કહ્યું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની ભાગીદારીથી, આ ભંડોળના કાર્યને વ્યાપક દૃષ્ટિકોણ મળશે. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં તેમનો બહોળો અનુભવ આ ભંડોળને વિવિધ જાહેર જરૂરિયાતો માટે વધુ પ્રતિભાવશીલ બનાવવા માટે વધુ પ્રોત્સાહન આપશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઓડિટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે કોવિડ-19 મહામારી જેવી કટોકટીનો સામનો કરવા માટે બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ફંડ (PM Cares Fund) નાણાકીય વર્ષ 2020-21માં લગભગ ત્રણ ગણો વધીને રૂ. 10,990 કરોડ થયો છે, જ્યારે આ ભંડોળમાંથી ખર્ચની રકમ 3,976 રૂ. કરોડ થઈ હતી. આમાં પ્રવાસી કલ્યાણ માટે રૂ. 1,000 કરોડ અને કોવિડ રસીની ખરીદી માટે રૂ. 1,392 કરોડથી વધુની રકમનો પણ સમાવેશ થાય છે.