Gujarat

એસ.ટીના કર્મચારીઓએ હડતાળનો કર્યો અંત, વર્ષો જૂના પડતર પ્રશ્નોનું થયું સમાધાન

ગાંધીનગર: રાજ્યમાં એક બાદ એક આંદોલન થઈ રહ્યા છે. ગુજરાતમાં (Gujarat) ચૂંટણીના (Election) એંધાણ થતાં સરકારી કર્મચારીઓ પડતર માંગણીઓને (Demand) લઈને રોડ પર ઉતરી આવ્યા છે. રાજ્યના વિવિધ સરકારી કર્મચારી દ્વારા પડતર માંગણીને લઈને ગાંધીનગર ખાતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ ત્યારે આ આંદોલનમાં એસ.ટીના કર્મચારીઓ પણ ગ્રેડ પે,ડીએ જેવા જૂની પડતર માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ (Protest) કરી રહ્યાં હતા. તેમનો વિરોધ વધે અને એસ.ટીના પૈંડા થંભે તે પહેલા જ વાહનવ્યવહાર (Transport Minister) મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) બેઠક યોજી પડતપ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર ગતરોજ એસ.ટી.ના કર્મચારી યુનિયના સભ્યો અને વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાઈ હતી. લગભગ સાત કલાક ચાલેલી બેઠક બાદ જૂના પડતર પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી. નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે હડતાળ થાય તે પહેલા જ બેઠક યોજી કર્મચારીઓના 25 જેટલા જૂના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. ત્યારે રાજ્યના ST વિભાગના કર્મચારીઓની હડતાળનો આજે અંત આવ્યો છે. આ બેઠક બાદ બાકી રહેતું એરિયર્સ 11 % મોંઘવારી ભથ્થા સાથે 3 હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓકટોબર સુધી, જ્યારે બીજો હપ્તો 14 જાન્યુઆરી સુધી અને ત્રીજો હપ્તો 25 એપ્રિલ સુધીમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણો ST નિગમના કર્મચારીઓની શું હતી માંગ ? 

  • રાજ્યના તમામ કર્મચારીઓની જેમ ST ના કર્મચારીઓને 34 ટકા DA આપવાની માંગ 
  • વર્ગ 4ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી નથી મળ્યું બોનસ, તેથી બોનસ આપવાની માંગ
  • ડ્રાઇવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવા માંગ ફિક્સ પે ના કર્મચારીઓને 16,500 ની બદલે બીજા 19950 આપવા માંગ
  • છેલ્લા 25 વર્ષમાં ભાડા ભથ્થામાં નથી થયો વધારો, તો તેની માંગણી કરાઈ
  • 2011 પહેલા ચાલુ નોકરીએ મરણ પામેલ કર્મચારીના વારસદારોને નોકરીની માંગ 
  • રજાના પગારની રોકડમાં ચૂકવવાની માંગ
  • નિવૃત કર્મચારીઓને રજાના પગારનું ચુકવણું કરવું 
  • નિગમના મહિલા કર્મચારીઓને રેસ્ટ રૂમની અલગ વ્યવસ્થા કરવા માંગ 
  • કામદાર વિરોધી 20/77 નો પરિપત્ર રદ્દ કરવા માંગ

Most Popular

To Top