Business

કેબીનેટ બેઠકમાં કમચારીઓના આંદોલનની ચર્ચા થઈ: કોઈ જાહેરાત નહીં

ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) હવે આંદોલન (Movement) નગરી બની છે. ખાસ કરીને જુદા જુદા ૧૮ જેટલા સંગઠ્ઠનો ગાંધીનગરમાં જુદા જદા સ્થાનો પર આંદોલન કરી રહ્યા છે, જેના પગલે ભાજપની નેતાગીરી ચિંતિત છે. મંગળવારે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જેમાં ગાંધીનગરમાં ચાલી રહેલા કર્મચારીઓના આંદોલનના સંદર્ભે ખાસ કરીને ગ્રેડ પે, જુની પેન્શન યોજના ૧-૪-૨૦૦૫ પછી સરકારમાં જોડાયલા કર્મચારીઓને લાભ આપવાનો મુદ્દો, આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવી, ફિકસ પગાર ધોરણ પ્રથા રદ કરવી સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. અલબત્ત, સરકાર તરફથી કોઈ ઉકેલની જાહેરાત કરાઈ નહોતી.

બીજી તરફ આજે પણ ગાંધીનગરમાં કર્મચારીઓના આંદોલનો યથાવત રહ્યા હતા. વનપાલ તથા વન રક્ષક કર્મચારીઓ મોટી સંખ્યામાં અરણ્ય ભવન ઉમટી પડ્યા હતા. જેમાં પોલીસે ૨૦૦ કરતાં વધુ વન કર્મચારીઓની અટકાયત કરી હતી.
છેલ્લા એક મહિનાથી ગાંધીનગર સિટી વિવિધ આંદોલનો માટે સંગ્રામ બન્યું છે. હાલ અહિંયા એક બે નહી પણ ૧૮-૧૮ આંદોલનો એક સાથે ચાલી રહ્યા છે. રાજ્યભરના અલગ અલગ વિભાગના કર્મચારીઓ આક્રોશ વ્યકત્ત કરી રહ્યા છે પરિણામે ગાંધીનગરમાં સતત કર્મચારી સંગઠનની રેલીઓ અને ધરણાના કાર્યક્રમોનું આયોજન થતાં લગભગ ૭ જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. રેપીડ એકશન ફોર્સની વધારાની કંપની પણ કામે લગાડવામાં આવી છે.

ગાંધીનગરમાં આંદોલન કરનાર આ ૧૮ સંગઠ્ઠનો
(1) માજી સૈનિકો, (2) કેટલાક શિક્ષકો, (૩) રાજ્ય સરકાર કર્મચારી મહામંડળના કેટલાક લોકો (4) vce કર્મચારીઓ (5) આંગણવાડી બહેનો (6) વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ (7) ભારતીય કિસાન સંઘ (8) એલઆરડી- બિન અનામત ઉમેદવારો (9) એલઆરડી પુરુષ માજી સૈનિકોના સમર્થનમાં બેઠા છે. (10) પોલીસ ગ્રેડ પે મુદે પોલીસ પરિવારનું આંદોલન- માજી સૈનિકો સાથે સમર્થનમાં બેઠા છે. (11) માલધારીઓ (12) સરકારના કર્મચારીઓના પરિવારજનો (13) વર્ગ 3 અને 4ના કર્મચારીઓ (14) મધ્યાન ભોજનના કર્મચારીઓ (15) કરાર આધારિત કર્મચારીઓ (16) જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીઓ (17) ઈન્ટર્ન ડોક્ટરો (18) વિદ્યાસહાયક ઉમેદવારો

Most Popular

To Top