ગૌરી ખાન (Gauri Khan), મહિપ કપૂર અને ભાવના પાંડે ‘કોફી વિથ કરણ 7’ (Coffee With Karan)ના આગામી એપિસોડમાં આવવાના છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે ભાવના પાંડે અને મહિપ કપૂર સાથે જોવા મળશે. જો કે ગૌરી ખાન બીજી વખત શોમાં જોવા મળશે, આ પહેલા તે 17 વર્ષ પહેલા તેના પતિ એટલે કે શાહરૂખ ખાન (Shahrukh Khan) સાથે આવી હતી. શો રિલીઝ થવા પહેલા તેનાથી સંબંધિત એક પ્રોમો વિડિયો (Promo Video) રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં ત્રણેય મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. દરમ્યાન ગૌરીને સુહાના વિષે પૂછેલા સવાલમાં ગૌરીએ જણાવ્યું હતું કે તેણે તેની પુત્રી સુહાનાને સલાહ આપી છે કે એક સાથે બે લોકોને ડેટ ન કરવુ. હવે જોવાનું એ છે કે ગૌરી ખાન તેના પુત્ર આર્યન ખાન પર વાત કરે છે કે નહીં.
- ગૌરી ખાન, મહિપ કપૂર અને ભાવના પાંડે ‘કોફી વિથ કરણ 7’ ના આગામી એપિસોડમાં દેખાશે
- ગૌરીખાન 17 વર્ષ પહેલા તેના પતિ શાહરૂખ ખાન સાથે આવી હતી
- ગૌરીએ પુત્રી સુહાનાને સલાહ આપી છે કે એક સાથે બે લોકોને ડેટ ન કરવુ
મહિપ કપૂર અને ભાવના પાંડે બોલિવૂડ વાઈવ્સમાં જોવા મળી છે અને ગૌરી ખાન આમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળી રહી છે. હવે તેઓ કોફી વિથ કરનમાં ગપ્પા મારશે. આ શો ના પ્રોમોની શરૂઆતમાં કરણ જોહર તેના મહેમાનોનું સ્વાગત કરે છે. દરમિયાન તે ગૌરી ખાનને પૂછે છે કે તમે સુહાના ખાનને શું સલાહ આપવા માંગો છો. આના પર ગૌરીએ કહ્યું, “એક સાથે બે લોકોને ડેટ ન કરો.” આ સાંભળીને કરણ જોર જોરથી હસતો જોવા મળે છે. આ પછી તે મહિપ કપૂરને પૂછે છે કે તે બોલિવૂડના કયા અભિનેતા સાથે કામ કરવા માંગશે? આના પર મહિપ કપૂર રિતિક રોશનનું નામ લે છે. તેણી કહે છે, “તે ખૂબ જ સુંદર લાગે છે અને મને પણ તેની સાથે કામ કરવાનું ગમશે.”
આ પછી કરણ જોહર ચંકી પાંડેની પત્ની અને અનન્યા પાંડેની માતા ભાવના પાંડેને પૂછે છે કે તમે કઈ બોલિવૂડ સેલિબ્રિટી સાથે કામ કરવા માંગો છો. જેના જવાબમાં ભાવના કહે છે કે ઘણા લોકો સાથે. આ પછી કરણ જોહરે ફરી ગૌરી ખાનને પૂછ્યું કે તમે તમારી અને શાહરૂખ ખાનની લવ સ્ટોરીને કઈ ફિલ્મનું શીર્ષક આપવા માંગો છો? આના પર ગૌરી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું નામ લે છે. તે કહે છે કે તેને આ ફિલ્મ પસંદ છે. આ પછી કરણ ત્રણેય મહિલાઓને બોલિવૂડની કોઈ સેલિબ્રિટીને ફોન કરવાનું કહે છે. ગૌરી ખાન શાહરૂખ ખાનને ફોન લગાવે છે. જે અંગે કરણ કહે છે કે જો શાહરૂખ કોલ ઉપાડશે તો હું તમને એક ફિક્સ પોઈન્ટ આપીશ. શાહરૂખ કોલ ઉપાડે છે અને કરણને સારી રીતે જવાબ પણ આપે છે.