માતાપિતા તરીકે આપણે આપણા બાળકોને અતિશય પ્રેમ કરતા હોઈએ છીએ અને જીવનના તમામ પાસાઓ તેમના માટે શ્રેષ્ઠ રહે તેવું ઈચ્છીએ છીએ. શિક્ષણ હોય, કપડાં હોય, ખોરાક હોય, મનોરંજન હોય કે ગેજેટ્સ હોય, આપણે તેમના માટે વધારાનું કંઇપણ કરતાં અચકાતા નથી. બાહ્ય વસ્તુઓ ઉપરાંત, આપણે બધા તેમને નૈતિકતા, મૂલ્યો, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, ભાષા અને સારા વર્તનનું સિંચન કરવાનો પ્રયાસ કરીએ છીએ. કદાચ, એક સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય કે જે તેઓ જીવનમાં સારું કરશે કે નહીં તેના પર અસર કરે છે તે છે મની મેનેજમેન્ટ કે ફાઇનાન્સની આવડત. ઘણીવાર માતાપિતા આ બાબતની અવગણના કરે છે!
આપણી શિક્ષણ પ્રણાલી આ કૌશલ્ય પર વધુ ભાર મૂકતી નથી અને માતા-પિતા પણ ઘણીવાર તેમના બાળકોમાં જ્યાં સુધી તેઓ કમાવાનું શરૂ ન કરે ત્યાં સુધી “ગુડ મની હેબીટ” કેળવવામાં સક્રિય રસ લેતા નથી અને પછી પણ મોટાભાગની બાબતો પર ધ્યાન આપવામાં આવતું નથી. રૂપિયા બચાવવાની સારી ટેવ વિના, બાળકોનો યોગ્ય નાણાકીય નિર્ણયો લેવાના અપેક્ષિત વર્તનને અનુસરવા મામલે અયોગ્ય રીતે ઉછેર થઇ શકે છે. પુખ્ત વયે, તેઓ વધુ પડતા ખર્ચો કરવાની સાથે ઓછી બચત કરવા સહિતના તમામ પ્રકારના ખોટા નિર્ણયો લઈ શકે છે. તેથી, માતાપિતા તરીકે અન્ય તમામ પાસાઓની જેમ, બાળકોને નાણા બાબતે શિખવીને નાણાકીય રીતે જવાબદાર બનાવવા એ પણ આપણી પ્રાથમિકતાઓમાંની એક હોવી જોઈએ.
જો કે, આમ કરવું તમે ધારો છો એટલું સરળ નથી. કેટલાક માતાપિતા તેમના બાળકોની સામે નાણાકીય બાબતોની ચર્ચા કરવામાં સહુલિયત અનુભવતા નથી. આપણે હંમેશા કહીએ છીએ કે જીવનમાં પૈસાનું મહત્વ નથી અને જે આક્રમક રીતે સંપત્તિનું સર્જન કરે છે તેને આપણે ધિક્કારીએ છીએ. પેઢીઓથી, ભારતીય પરિવારોએ તેમના બાળકોને આ રીતે ઉછેર્યા છે. સમસ્યાનો એક ભાગ એ છે કે ઘણીવાર માતા-પિતા પણ નાણાકીય બાબતો વિશે અજાણ હોય છે અથવા તેમનામાં પણ સારી મની મેનેજમેન્ટ કુશળતાનો અભાવ હોય છે. પરંતુ જો તમે જાગૃત રોકાણકાર છો અને સારી નાણાકીય વર્તણૂક સાથે વાકેફ છો, તો તમારા બાળકોને નાની ઉંમરથી જ આ બધી બાબતો શીખવતા કંઈપણ રોકી શકતું નથી. યાદ રાખો, વોરન બફેટે 11 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને છતાં તેઓ એવું વિચારતા હતા કે તેમાં પણ તેમને મોડું થયું હતું અને એ સમય 1940ના દાયકાનો હતો!
હવે આ સ્ટીરિયોટાઇપ માન્યતાને તોડવાનો અને પૈસા સંબંધિત તેની ફરતેના તમામ વર્જિતોને દૂર કરવાનો સમય છે. પૈસો કદાચ સૌથી મહત્વની વસ્તુ ન હોય, પરંતુ જીવનમાં ચોક્કસ પણે તેનું મહત્વ ઓછું પણ નથી. તેથી, યુવાનીમાં તેની શરૂઆત કરવી હિતાવહ છે. જીવનની શરૂઆતમાં નાણાં વિશે વાતચીત કરવાથી પૈસા સંબંધે સારી સમજ બનાવવામાં મદદ મળી શકે છે. અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે તમને તમારા બાળકોમાં ગુડ મની હેબીટ અને નાણાકીય સમજદારીની યાત્રા શરૂ કરવા માટે વિકસાવવામાં મદદ કરશે.
1. નાણા વિશે વાત કરો
તમારા બાળકો સાથે નાણાની આવશ્યક બાબતોની ચર્ચા કરવી તમને મુશ્કેલ લાગી શકે છે, પરંતુ આ વિષયને અવગણવાથી તમારા બાળકોમાં પુખ્ત વયો પૈસા કમાવા, મેનેજ કરવા, સાચવવા અને વધારવા માટેના આત્મવિશ્વાસનો અભાવ થઈ શકે છે. માતાપિતા તરીકે, તમે તમારા બાળકો સાથે કેટલાક મૂલ્યવાન જ્ઞાન અને કૌશલ્યો શેર કરવા માટે તમારી નાણાકીય ભૂલો અને સફળતાઓ સહિત તમારા અનુભવની ચર્ચા કરી શકો છો. જો તમને લાગતું હોય કે તમારી પાસે જરૂરી જ્ઞાનનો અભાવ છે, તો પણ તમારા બાળકોને પૈસા અને તેમની ઉંમરને અનુરૂપ વ્યક્તિગત નાણાકીય બાબતોના અન્ય પાસાઓ વિશે વધુ શીખવા માટે પ્રોત્સાહિત કરો.
2. કેવી રીતે બજેટ બનાવવું અને બચત કરવી તે શીખવો
બાળકો ઘણીવાર ઘણી બધી એવી વસ્તુઓની માંગ કરે છે જે તમારા ખિસ્સાને પરવડે તેવી હોતી નથી. જ્યારે તમે તેમની માંગણીઓ પૂરી ન કરો ત્યારે તેઓ ગુસ્સે અથવા દુઃખી થાય છે. આવી બાબતને રોકવા માટે, તેમને બચત અને બજેટ વિશે સમજાવો અને તેમને તેનો પ્રારંભિક અનુભવ કરવા દો. તેમને નિયમિત પોકેટ મની આપો અને કોઇ ઇવેન્ટની આસપાસ તેમને વધારાના પૈસા પણ આપો અને તેમને આમાંથી તેઓ જે ઈચ્છે છે તે માટે બચત કરવા કહો. તેમને સખત પસંદગી કરવા દો, પ્રાથમિકતા આપો અને રોકડ પ્રવાહનું સંચાલન કરો. તેમના વર્તનને સમજવા માટે તેમને યોગ્ય રેકોર્ડ જાળવવા કહો. આ રીતે, તેઓ કોઇ લક્ષ્ય માટે યોજના બનાવવાની વાતને ક્યારેય ભુલી શકશે નહીં અને અંતે તેમને તેનો રિવોર્ડ મળશે તો તેમને ઘણું સારું લાગશે.
3. તેમને પડકારો દ્વારા કમાણી કરવા દો
જો તમે તમારા બાળકોને પોકેટ મની આપો છો, તો પણ હકીકત એ છે કે જ્યારે તેઓ જાતે પૈસા કમાય છે, ત્યારે તેઓ આત્મનિર્ભર અને સ્વતંત્ર કેવી રીતે બનવું તે શીખે છે. તેથી, તમારા બાળકોને અમુક કાર્યો સોંપો જેમ કે તેમના રૂમની સફાઈ કરવી, સારા ગ્રેડ મેળવવા, પુસ્તક વાંચવું, પ્રેઝન્ટેશન બનાવવું, કોઈપણ સર્જનાત્મક સોંપણી વગેરે જેવા કામ સોંપો અને તેમાં તેઓ સિદ્ધિ મેળવે કે સફળતા મેળવે તો તેમને અનુરૂપ રિવોર્ડ આપો જે તેમના માટે બદેટ સંબંધી જરૂરી વસ્તુઓના સ્વરૂપમાં પણ હોઈ શકે અથવા પિગી બેંકમાં કેટલાક વધારાના પૈસા તરીકે પણ હોઇ શકે. આનાથી બાળકો માત્ર શીખીને જવાબદાર જ નહીં બને પરંતુ સખત મહેનત વડે કમાયેલા રિવોર્ડસનું મૂલ્ય પણ સમજશે.
4. તેમને રોકાણનો અનુભવ કરવા દો
પૈસા બચાવવા એ એક શ્રેષ્ઠ આદત છે. પરંતુ, જો તમે ઇચ્છો છો કે તમારા બાળકો ખરેખર સંપત્તિ કેવી રીતે બનાવવી તે શીખે, તો તેમને ‘રોકાણ’ ના ખ્યાલથી પરિચિત કરો. તેમને બતાવવા માટે કે રોકાણ દ્વારા નાણાં કેવી રીતે વૃદ્ધિ પામી શકે છે, તમે તેમના નામે વિવિધ અસ્કયામતો/ઉત્પાદનોમાં નાના રોકાણો સેટ કરીને મેનેજ કરી શકો છો અને તેમને તેમની વૃદ્ધિને ટ્રેક કરવા દો. તેમને પણ રોકાણની તકો તપાસીને શોધવા દો અને તેમની મૂડીનું રોકાણ કરો. વિવિધ અસ્કયામતો, ઉત્પાદનો અને પ્રારંભિક, રચનાત્મક વર્ષોથી શીખવા અને અનુભવનો આવો સંપર્ક તેમના માટે જીવન બદલી શકે છે. આ ઉંમરે થયેલી ભૂલો આવકાર્ય છે કારણ કે તે ભવિષ્યમાં તેમને ટાળશે તેની ખાતરી કરશે. સારા નસીબ વડે તમારું બાળક કમાવાનું શરૂ કરે તે પહેલાં તેમના દ્વારા તેઓ કેટલાક યોગ્ય નાણાં ભેગા કરી શકે છે.
બોટમ લાઇન
આર્થિક રીતે જવાબદાર બાળકોનો ઉછેર એ યુગમાં સમયની જરૂરિયાત છે જ્યાં આર્થિક રીતે સમજદાર બનવું વધુને વધુ જરૂરી બની રહ્યું છે. માતાપિતા તરીકે, ખાતરી કરો કે તમે સ્માર્ટ, ગ્રાઉન્ડેડ, અનુભવી અને જાણકાર બાળકોનો ઉછેર કરીને તમારો ભાગ ભજવો છો જેઓ જીવનમાં જટિલ, નાણાકીય માર્ગમાંથી પસાર થઈ શકે છે. જો તમારી પાસે યોગ્ય ઉંમરના બાળકો છે, તો હવે તેમના માટે વ્યક્તિગત નાણાંકીય ક્ષેત્રે પોતાની મુસાફરી શરૂ કરવાનો સમય છે.