જળવાયુ પરિવર્તનને કારણે ઊંચા તાપમાનથી લઈને મુશળધાર વરસાદ સુધીની ઘટનાઓ વધુ ને વધુ સામાન્ય બની રહી છે. વિશ્વનો કોઈ હિસ્સો આનાથી બાકાત નથી. યુરોપના બે તૃતીયાંશ ભાગમાં છેલ્લાં ૫૦૦ વર્ષનો સૌથી ખરાબ દુકાળ પડવાની આશંકા છે. ઈટાલી, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, હંગેરી, યુક્રેન, મોલ્ડોવા, આયર્લેન્ડ અને યુકે સહિતના દેશોમાં સ્થિતિ વણસી રહી છે. સમગ્ર યુરોપમાં નદીઓમાં પાણીનાં સ્તર ઘટી રહ્યાં છે, જેની ખાદ્ય ઉત્પાદન પર અસર થશે. પાછલાં પાંચ વર્ષની સરેરાશની સરખામણીમાં યુરોપમાં મકાઈ, સોયાબીન અને સૂર્યમુખીનો પાક ૧૨ થી ૧૬ ટકા ઓછો રહેવાની આગાહી છે.
માત્ર યુરોપ જ નહીં, વિશ્વભરમાં હીટવેવ્સ, પૂર, દુષ્કાળ, જંગલમાં આગ, તોફાન વગેરે હવામાનની ઘટનાઓમાં વધારો થયો છે. જુલાઈ ૨૦૨૨ થી જ ઉત્તર ગોળાર્ધમાં રેકોર્ડ ગરમી પડવા લાગી હતી જેની પાકની ઉપજ પર ગંભીર અસર પડી છે. ચીને ૬૦ વર્ષના સૌથી ખરાબ ઉનાળાનો અનુભવ કરી રહ્યું છે જેને કારણે દુષ્કાળની સંભાવના વધી રહી છે. પાકિસ્તાનમાં આવેલાં પૂરથી પણ કૃષિને મોટું નુકસાન થયું છે. અમેરિકામાં ૪૦ ટકાથી વધુ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ છે તો ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. આ જોતાં અમેરિકામાં મકાઈના પાકને ગંભીર નુકસાનનો અંદાજ છે. અમેરિકામાં ખેડૂતોને પાકના નુકસાન માટે વીમાની ચૂકવણી છેલ્લાં ૨૫ વર્ષોમાં ત્રણ ગણી વધી છે, જેમાં ૬૦ ટકાથી વધુ ચૂકવણી જળવાયુ પરિવર્તનની અસરોને આભારી છે. યુરોપિયન મકાઈ ઉત્પાદન પણ ૭૦ મિલિયન ટનથી ઘટીને ૬૦ મિલિયન ટનની નીચે આવી શકે છે, જેના કારણે નિકાસને મોટી અસર પડશે. ભારતમાં પણ કલાયમેટ ચેન્જને કારણે કૃષિ પાકો પર અસર પડવાથી ખેડૂતોની આવકમાં ઘટાડાનું જોખમ ઊભું છે.
યુક્રેન કટોકટીને કારણે આપણી પાસે ઘઉંની નિકાસની મોટી તક હતી પણ ઉનાળામાં ઘઉંના પાકના અંતિમ તબક્કે હીટ વેવના કારણે ઘઉંના પાકને ખૂબ નુકસાન પહોંચ્યું જેના કારણે ઉત્પાદન ઘટી જતાં ઘઉંની નિકાસથી મળનાર લાભ આપણે ગુમાવી દીધા. ગંભીર હવામાનની અસર સમગ્ર કોમોડિટી સેક્ટરમાં અનુભવાય છે. વાવાઝોડાના કારણે ક્રુડના ઉત્પાદન અને રિફાઇનિંગ પ્રવૃત્તિને નોંધપાત્ર અસર થાય છે. વિન્ટર સ્ટોર્મ ઉરી અને હરિકેન ઇડા જેવી હવામાન ઘટનાઓને કારણે અમેરિકામાં તેલનું ઉત્પાદન ઘટ્યું હતું. તેલના ભાવ ઊંચા જતાં તેનો ભાર કૃષિ પાકના ભાવ પર પણ પડે છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ખાદ્ય પદાર્થોનો ફુગાવો ઘણી વાર ઊર્જાના ઊંચા ભાવો સાથે સંકળાયેલો જોવા મળે છે, કારણ કે ખાતર, બળતણ અને પરિવહન ખર્ચ કૃષિ ઉત્પાદનને પ્રભાવિત કરે છે.
૨૦૦૭ અને ૨૦૦૯ માં યુક્રેન અને રશિયામાં હીટ વેવને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું અને વૈશ્વિક ઘઉંના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વર્ષે યુક્રેનમાં યુદ્ધ સિવાય ઘઉંની નિકાસ કરતાં ઘણા દેશોમાં હવામાનની અસર જોવા મળી છે. દુષ્કાળ, પૂર અને હીટ વેવ્સને કારણે અમેરિકા, કેનેડા અને ફ્રાન્સ જેવા મુખ્ય ઉત્પાદક દેશોના પાકને અસર થઈ છે. ૨૦૨૨-૨૩ ના સમયગાળા માટે વૈશ્વિક ઘઉંનું ઉત્પાદન ચાર વર્ષનું સૌથી ઓછું અને ઘઉંનો વૈશ્વિક સ્ટોક છ વર્ષના તળિયે રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાતરના વૈશ્વિક ભાવ છેલ્લા વર્ષમાં ત્રણ ગણા વધી ગયા છે, જે આ વર્ષે પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.
વૈશ્વિક ઘઉંના બે તૃતીયાંશ કરતાં વધુનો ઉપયોગ ખોરાક માટે થાય છે. ૨૦ ટકા પશુધન માટે વપરાય છે અને ૩ થી ૫ ટકા બિયારણ, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગો માટે વપરાય છે ત્યારે જળવાયુ પરિવર્તનનાં જોખમો વચ્ચે વિશ્વની વધતી જતી વસતીને ખોરાક પૂરો પાડવો એ આવનાર સમયમાં પડકારજનક બની રહેશે. વિકાસશીલ દેશો માટે તો જળવાયુ પરિવર્તનનો સામનો કરવો વધુ પડકારજનક બની રહેશે. જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ જોખમ ધરાવતા ૩૫ દેશોમાંથી આઠ દેશો પહેલેથી જ ભારે અન્ન સંકટનો અનુભવ કરી રહ્યા છે. – ડૉ. જયનારાયણ વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જળવાયુ પરિવર્તનને કારણે ઊંચા તાપમાનથી લઈને મુશળધાર વરસાદ સુધીની ઘટનાઓ વધુ ને વધુ સામાન્ય બની રહી છે. વિશ્વનો કોઈ હિસ્સો આનાથી બાકાત નથી. યુરોપના બે તૃતીયાંશ ભાગમાં છેલ્લાં ૫૦૦ વર્ષનો સૌથી ખરાબ દુકાળ પડવાની આશંકા છે. ઈટાલી, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, હંગેરી, યુક્રેન, મોલ્ડોવા, આયર્લેન્ડ અને યુકે સહિતના દેશોમાં સ્થિતિ વણસી રહી છે. સમગ્ર યુરોપમાં નદીઓમાં પાણીનાં સ્તર ઘટી રહ્યાં છે, જેની ખાદ્ય ઉત્પાદન પર અસર થશે. પાછલાં પાંચ વર્ષની સરેરાશની સરખામણીમાં યુરોપમાં મકાઈ, સોયાબીન અને સૂર્યમુખીનો પાક ૧૨ થી ૧૬ ટકા ઓછો રહેવાની આગાહી છે.
માત્ર યુરોપ જ નહીં, વિશ્વભરમાં હીટવેવ્સ, પૂર, દુષ્કાળ, જંગલમાં આગ, તોફાન વગેરે હવામાનની ઘટનાઓમાં વધારો થયો છે. જુલાઈ ૨૦૨૨ થી જ ઉત્તર ગોળાર્ધમાં રેકોર્ડ ગરમી પડવા લાગી હતી જેની પાકની ઉપજ પર ગંભીર અસર પડી છે. ચીને ૬૦ વર્ષના સૌથી ખરાબ ઉનાળાનો અનુભવ કરી રહ્યું છે જેને કારણે દુષ્કાળની સંભાવના વધી રહી છે. પાકિસ્તાનમાં આવેલાં પૂરથી પણ કૃષિને મોટું નુકસાન થયું છે. અમેરિકામાં ૪૦ ટકાથી વધુ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ છે તો ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. આ જોતાં અમેરિકામાં મકાઈના પાકને ગંભીર નુકસાનનો અંદાજ છે. અમેરિકામાં ખેડૂતોને પાકના નુકસાન માટે વીમાની ચૂકવણી છેલ્લાં ૨૫ વર્ષોમાં ત્રણ ગણી વધી છે, જેમાં ૬૦ ટકાથી વધુ ચૂકવણી જળવાયુ પરિવર્તનની અસરોને આભારી છે. યુરોપિયન મકાઈ ઉત્પાદન પણ ૭૦ મિલિયન ટનથી ઘટીને ૬૦ મિલિયન ટનની નીચે આવી શકે છે, જેના કારણે નિકાસને મોટી અસર પડશે. ભારતમાં પણ કલાયમેટ ચેન્જને કારણે કૃષિ પાકો પર અસર પડવાથી ખેડૂતોની આવકમાં ઘટાડાનું જોખમ ઊભું છે.
યુક્રેન કટોકટીને કારણે આપણી પાસે ઘઉંની નિકાસની મોટી તક હતી પણ ઉનાળામાં ઘઉંના પાકના અંતિમ તબક્કે હીટ વેવના કારણે ઘઉંના પાકને ખૂબ નુકસાન પહોંચ્યું જેના કારણે ઉત્પાદન ઘટી જતાં ઘઉંની નિકાસથી મળનાર લાભ આપણે ગુમાવી દીધા. ગંભીર હવામાનની અસર સમગ્ર કોમોડિટી સેક્ટરમાં અનુભવાય છે. વાવાઝોડાના કારણે ક્રુડના ઉત્પાદન અને રિફાઇનિંગ પ્રવૃત્તિને નોંધપાત્ર અસર થાય છે. વિન્ટર સ્ટોર્મ ઉરી અને હરિકેન ઇડા જેવી હવામાન ઘટનાઓને કારણે અમેરિકામાં તેલનું ઉત્પાદન ઘટ્યું હતું. તેલના ભાવ ઊંચા જતાં તેનો ભાર કૃષિ પાકના ભાવ પર પણ પડે છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ખાદ્ય પદાર્થોનો ફુગાવો ઘણી વાર ઊર્જાના ઊંચા ભાવો સાથે સંકળાયેલો જોવા મળે છે, કારણ કે ખાતર, બળતણ અને પરિવહન ખર્ચ કૃષિ ઉત્પાદનને પ્રભાવિત કરે છે.
૨૦૦૭ અને ૨૦૦૯ માં યુક્રેન અને રશિયામાં હીટ વેવને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું અને વૈશ્વિક ઘઉંના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વર્ષે યુક્રેનમાં યુદ્ધ સિવાય ઘઉંની નિકાસ કરતાં ઘણા દેશોમાં હવામાનની અસર જોવા મળી છે. દુષ્કાળ, પૂર અને હીટ વેવ્સને કારણે અમેરિકા, કેનેડા અને ફ્રાન્સ જેવા મુખ્ય ઉત્પાદક દેશોના પાકને અસર થઈ છે. ૨૦૨૨-૨૩ ના સમયગાળા માટે વૈશ્વિક ઘઉંનું ઉત્પાદન ચાર વર્ષનું સૌથી ઓછું અને ઘઉંનો વૈશ્વિક સ્ટોક છ વર્ષના તળિયે રહેવાની આગાહી કરવામાં આવી છે. ખાતરના વૈશ્વિક ભાવ છેલ્લા વર્ષમાં ત્રણ ગણા વધી ગયા છે, જે આ વર્ષે પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.
વૈશ્વિક ઘઉંના બે તૃતીયાંશ કરતાં વધુનો ઉપયોગ ખોરાક માટે થાય છે. ૨૦ ટકા પશુધન માટે વપરાય છે અને ૩ થી ૫ ટકા બિયારણ, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગો માટે વપરાય છે ત્યારે જળવાયુ પરિવર્તનનાં જોખમો વચ્ચે વિશ્વની વધતી જતી વસતીને ખોરાક પૂરો પાડવો એ આવનાર સમયમાં પડકારજનક બની રહેશે. વિકાસશીલ દેશો માટે તો જળવાયુ પરિવર્તનનો સામનો કરવો વધુ પડકારજનક બની રહેશે. જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ જોખમ ધરાવતા ૩૫ દેશોમાંથી આઠ દેશો પહેલેથી જ ભારે અન્ન સંકટનો અનુભવ કરી રહ્યા છે.
– ડૉ. જયનારાયણ વ્યાસ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.