વડોદરા: વડોદરા મહાનગર પાલિકા શહેર ને સ્માર્ટ બનાવવા માટે કમર કસી રહી છે ત્યારે બીજી બાજુ શહેરીજનો દ્વારા પાલિકાને દરરોજ નવીનવી સ્માર્ટ સિટી બતાડવામાં આવે છે. વડોદરા નો સૌથી મોટો પ્રશ્ન રખડતા ઢોરો છે શહેરી જનો માટે ગરમ ગણાતો પ્રશ્ન પ્રાથમિક સુવિધા નો છે. આમ પાલિકા જો વડોદરા શહેંરને સ્માર્ટ બનાવવા માંગે છે ત્યારે લોકોને પ્રાથમિક સુવિધા આપવી જોઈએ અને બીજી બાજુ આખા વડોદરા શહેરમાં દરેક ચાર રસ્તા પર મોટા ભાગે કોઇને કોઇ સ્ટેચ્યું મૂકવામાં આવેલ છે તેને પરિણામે પાલિકાની સૂત્ર સાર્થક થયું વડોદરા બન્યું ગ્રીન સીટી તેનો નજારો જોવા મળ્યો છે.
મહાન વિભૂતિઓની જાળવણી કરવા માટે પાલિકા તદ્દન નિષ્ફળ નીવડ્યું છે તમે એ વિભૂતિઓનાં સ્ટેચ્યુ નજીકથી જોવો તો આખી ગ્રીન જેવી જોવા મળે છે એટલે પાલિકાનું સુત્ર સાર્થક નીવડયું છે ક્લીન વડોદરા ગ્રીન વડોદરા જેથી પલિકા દ્વારા કહેવા માં આવે છે કે વડોદરા ગ્રીન સિટી છે. શહેરના મોટા ભાગે સર્કલ પર મહાન વિભૂતિઓ ની પ્રતિમા મૂકવામાં આવી છે જેની જાળવણી કરવા માટે પાલિકા તત્ર સાવ નિષ્ફળ નિવડયું છે અને વડોદરા શહેર ને સ્માર્ટ બનાવવા નીકળ્યુ છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.
પાલિકા દ્વારા શહેરમાં જે મહાન વિભૂતઓની જાળવણી માટે શહેરની જાણીતી કેટલીક વિવિધ સંસથાને તેમની જવાબદરી સોપવમાં આવી છે અને કેટલીક સંસ્થા ને દત્તક આપવામાં આવી છે જેથી કરીને તેમની જાળવણી સમયસર વિવિધ સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે. જાણવા મળ્યું છે ત્યાં સુધી તો છેલ્લાં એપ્રિલ થી જો આ મહાન વિભૂતઓની સાફ સફાઈ થતી હોય તો આટલી ગ્રીન વિભૂતિઓ કેમ જોવા મળે છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. બીજી બાજુ જો વિવિધ સંસ્થઓને જો સાફ સફાઈ કરવા આપવામાં આવે છે તો પાલિકા દ્વાર કેમ તેની દેખરેખ રાખવામા આવતી નથી તે પણ એક પ્રશ્ન શહેરી જનોને સતાવી રહ્યો છે.