ચીનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident ) થયો. ચીનના સાંડુ કાઉન્ટીમાં એક્સપ્રેસ વે (Express Way) પર બસ (Bus) પલટી ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બસમાં સવાર 27 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે બસમાં 47 લોકો સવાર હતા.
બસ પલટી જવાથી 27ના મોત
ગુઇઝોઉ પ્રાંતની રાજધાની, ગુઇયાંગ શહેરની દક્ષિણપૂર્વમાં, સાન્ડુ કાઉન્ટીમાં આજે એક બસ પલટી ગઈ હતી, જેમાં સવાર 47 લોકોમાંથી 27 લોકોના મોત થયા હતા અને 20 મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી, પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તેણે અન્ય કોઈ માહિતી આપી નથી.
ચીનમાં 200 મીટર ઉંચી બિલ્ડીંગમાં આગ, ભયાનક વિડીયો આવ્યો સામે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ચીનના હુનાન પ્રાંતની રાજધાની ચાંગશામાં એક 42 માળની ઈમારતમાં આગ લાગી હતી. જોકે, તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ચીનમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. મધ્ય ચીનના શહેર ચાંગશામાં લગભગ 200 મીટર એટલે કે 656 ફૂટ ઉંચી બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી હતી. જ્યાં આગ લાગી હતી, તે સરકારી માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઇના ટેલિકોમનું કાર્યાલય હતું. આ બિલ્ડીંગ 42 માળની છે. આગની ઘટનાની જાણ થતા જ અગ્નિશામકો દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરુ કર્યા હતા.
36 ફાયર ટ્રક અને 280 ફાયર ફાયટરોએ આગ કાબુમાં લીધી
આ આગનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે. જેણે તમામના રૂંવાટા ઉભા કરી દીધા છે. બિલ્ડીંગમાં નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે સાથે જ દૂર સુધી કાળો ધુમાડો આકાશમાં દેખાઇ રહ્યો છે. જ્યાં આગ લાગી તે બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડવાને કારણે એક સમયે ફાયર ફાઈટર ઈમારતમાં પ્રવેશી શક્યા ન હતા. બિલ્ડીગમાં આગ લાગવાની ઘટનામાં અંદરનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ફસાયેલા લોકો ખુબ જ ગભરાયેલા હતા. જો કે આ આગની ઘટનામાં હાલમાં કોઈ જાનહાનીનાં અહેવાલો મળ્યા નથી. આગને કાબુમાં લેવા 36 ફાયર ટ્રક અને 280 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ અગ કાબુમાં આવી હતી.