અંકલેશ્વર: ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોળી વડે કર્યો હુમલો કરી રોકડા 50 હજાર અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટવોર્ડ નંબર 8 ના માજી કોર્પોરેટર અંકલેશ્વરથી રાતે કારમાં ભરૂચ આવી રહ્યા હતા. હુમલાખોરોએ કારમાં આવી આગળથી તેમની કારને આંતરીઅગાઉ બી ડિવિઝને હુમલાખોરો સામે આપેલી ફરિયાદની અદાવતે કરાયેલ હુમલામાં ભરૂચ વોર્ડ નંબર 8 ના પૂર્વ નગરસેવક મનહર પરમાર ઉપર હુમલા અને લૂંટની ઘટના અનેક તર્ક વિતર્ક વચ્ચે ટોક ઓફ ધ ટાઉન બની છે.
હુમલાખોરો મનહર પરમારને તેઓની ગાડીમાંથી બાહર ખેંચી ગયા હતા
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગર પાલિકા વોર્ડ 8 ના માજી નગર સેવક મનહર પરમાર શુક્રવારે રાત્રીના સમયે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સીટી ખાતે તેઓના મિત્રને મળવા માટે ગયા હતા. બાદ તેઓ મોડી રાત્રીના સમયે પરત ફરતા અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક સામ્રાજ્ય સોસાયટી પાસે નંબરની ફોર વ્હીલ કાર તેઓની કાર આગળ આવી ઉભી રહી ગઈ હતી. કારમાંથી અમિત ગોહિલ તેમજ વિશાલ ગોહિલ સહિત અન્ય બે ઈસમોએ ઉતરી આવી મનહર પરમારને તેઓની ગાડીમાંથી બાહર ખેંચી ગયા હતા.
સોનાની ચેઇન લૂંટી લીધી હતી. જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
હમલાખોરોએ તેઓના હાથમાં રહેલ હથોડી વડે આંખના ભાગે, ડાબા ગાલ પર તથા અન્ય ઈસમોએ શરીરના ભાગે ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી મનહર પરમાર પાસે રહેલા 50 હજારની રોકડ રકમ સહિત તેઓએ પહેરેલ 2 લાખની કિંમતની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી સ્થળ પર લોક ટોળા ભેગા થઇ જતા હુમલાખોરો કાર લઇ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ઘટનામાં ઇજાગ્રસ્ત માજી નગર સેવકને ઉપસ્થિત લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અદાવત રાખી તેઓ ઉપર આ હુમલો થયો
જ્યાં મનહર પરમારના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ સંદીપ નામના ઈસમ સાથે અમિત ગોહિલની કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી. જે બાદ તેઓએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે સંદીપને સાથે રાખી ફરિયાદ આપી હતી. જે અંગેની અદાવત રાખી તેઓ ઉપર આ હુમલો થયો હોવાનુ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ તેઓની ફરિયાદમાં મનહર પરમારે જણાવ્યું હતું.