દાહોદ: દાહોદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ આશ્રમ શાળાના ૧૬ જેટલા પડતર પ્રશ્નોને લઈને દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈને કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે પ્રથમ દિવસે આખા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે આજરોજ દાહોદ જિલ્લાના આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા આશ્રમશાળામાં ફરજ બજાવતા શૈક્ષણિક કર્મચારીઓ તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ કુમાર છાત્રાલય છાપરી મુકામે એકત્રિત થયા હતા અને જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી મુજબ કુમાર છાત્રાલય થી કલેકટર કચેરી સુધી રેલી કાઢી સૂત્રોચાર કરી કલેકટર કચેરીના પ્રાંગણમાં વિવિધ મુદ્દા વિશે જેવા કે આશ્રમશાળાના કર્મચારીઓને ૪૨૦૦ ગ્રેડ પે મળવો જાેઈએ આશ્રમશાળાના કર્મચારીઓને સાતમા પગાર પંચના એરિયર્સના હપ્તા આશ્રમશાળામાં ગૃહપતિ અને ગૃહ માતાની નિમણૂક આશ્રમશાળાના કર્મચારીઓને સળંગ નોકરી તેમજ આશ્રમશાળામાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી તેમજ સૌથી મહત્વની માંગણી આશ્રમ શાળાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે તેમજ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી કર્મચારીઓ પોતાની માંગણી સૂત્ર ચાર દ્વારા બુલંદ કરી હતી.
અને આશ્રમ શાળાના અગ્રણી એવા ભરતભાઈ પટેલ તેમજ સોહનસિંહ લબાના દ્વારા માંગણીના સંદર્ભમાં મીડિયામાં સ્પીચ આપવામાં આવી હતી કર્મચારી પ્રતિનિધિ મંડળના સભ્યો દ્વારા કલેક્ટરને ચેમ્બરમાં ૧૬ મુદ્દાનો માંગણીનો પત્ર માનનીય કલેકટરને સોંપવામાં આવ્યો હતો અને આશ્રમશાળાના કર્મચારીઓની માંગણી સરકાર સુધી પહોંચાડવાની કલેકટર ખાતરી આપી હતી ત્યારબાદ તમામ કર્મચારીઓ કલેકટર કચેરીથી સીધા કુમાર છાત્રાલયના પ્રાંગણમાં એકઠા થયા હતા અને આગળના કાર્યક્રમની ભરતભાઈ પટેલ દ્વારા રૂપરેખામાં આપવામાં આવી હતી અને આશ્રમશાળા ના કર્મચારીઓ મોટા પ્રમાણમાં આજના કાર્યક્રમમાં હાજર રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર
કર્યાેં હતો.