Gujarat

રાજયમાં આજથી એક મહિના સુધી સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલ

ગાંધીનગર : રિસર્ચ અને ઈનોવેશન (Research and Innovation) ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવા આગામી 17 સપ્ટેમ્બર થી 15 ઓકટોબર 2022 એક મહિના સુધી સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવશે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ ફેસ્ટીવલને ખુલ્લો મુકશે.

સ્ટુડન્ટ રિસર્ચ ઍન્ડ ઈનોવેશન ફેસ્ટિવલના લોન્ચીંગ કાર્યક્રમ દરમિયાન સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP-2.0) અંતર્ગત યુનિવર્સિટીઓ – સંસ્થાઓને ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવશે. ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ – ગરીમા (GARIMA)ના લોગોનું અનાવરણ કરાશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. સ્કીમ ઓફ ડેવલપીંગ હાઈ ક્વોલીટી રીસર્ચ (SHODH) અંતર્ગત સંશોધનકર્તાઓને સહાય વિતરણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ને અનુરૂપ આગામી પાંચ વર્ષ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) 2.0નું રૂપિયા ૫૦૦કરોડની જોગવાઈ સાથે લોન્ચિંગ કરવામાં આવશે. SSIP2.0માં સમગ્ર શૈક્ષણિક-ક્ષેત્રના તમામ પ્રવાહોનો સમાવેશ અને શાળાઓ, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૬૯૪૯ પ્રુફ ઓફ કોન્સેપ્ટ, ૧૩૮૪ પેટન્ટ ફાઈલિંગ થઇ છે અને ૨૨૯૨ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ નોંધાયા છે. આ ઉપરાંત જુલાઇ ૨૦૨૨માં જાહેર થયેલ સ્ટાર્ટ-અપ રેન્કિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખાતે ફેબ લેબ, કોમન વર્કિંગ સ્પેસ તથા ડીઝાઇન લેબ જેવી સુવિધાઓ ઉભી કરી રહી છે. રાજ્ય કક્ષાએ કોમન રિસોર્સ સેન્ટર તેમજ ડીજીટલ પ્લેટફોર્મનું સર્જન કરી રહી છે.

હેકથોન પણ યોજાય છે. જેના ભાગ રુપે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત “રાજ્ય-સ્તરીય આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન ૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઈન્ડિયા હેકાથોન’ સ્પર્ધામાં વિજેતા ૧૮ ટીમોને રૂ.૭.૨૦ લાખનાં તથા માઇન્ડ ટુ માર્કેટની ૨૭ ટીમને ઇનામો અપાયા છે.

NEP 2020 ના વિઝનને સમર્થન આપવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ નવીન પહેલ કરવામાં આવી છે. એનઇપીનો અમલીકરણ ગુજરાત સરકાર દસ વર્ષમાં ત્રણ તબક્કામાં કરશે. જેમાં ટુંકા મધ્યમ અને લાંબા ગાળાના તબક્કાનો સમાવેશ થાય છે , જેમાં પ્રથમ તબક્કાનું કામ શરુ થઇ ગયુ છે.

સેન્ટર ઓફ એક્સેલન્સ- તાજેતરમાં ગુજરાત સરકારે બહુવિધ આંતર શિસ્ત શિક્ષણ અને સંશોધન પ્રદાન કરવા માટે સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે જાહેર કરેલી છે. તેઓએ સહયોગ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે એમઓયુ પર કરેલા છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સ્કીમ (ABC)વિદ્યાર્થીઓને તેમની અનુકૂળતા મુજબ પ્રોગ્રામ છોડવા અથવા ફરીથી જોડાવાની મંજૂરી આપશે. ૯ યુનિવર્સિટીઓએ એકેડેમિક બેંક ઑફ ક્રેડિટ (ABC) માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે કૌમન ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિક કેન્દ્રની સ્થાપના માટે કામગારી કરી રહી છે. ઉપરાંત અન્ય પગલાં લેવાયા છે.

શોધ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી આજદિન સુધીમાં કુલ ૧૭૪૬ વિદ્યાર્થીઓને કુલ રૂ.૪૨.૬૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ થી આજ દિન સુધીમાં કુલ ૩,૪૩,૯૫૫ વિદ્યાર્થીઓને રૂ.૧૪૭૦.૦૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. – વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૬૫,૨૩૯ વિદ્યાર્થીઓને કુલ રૂ.૨૯૮.૯૮ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

Most Popular

To Top