SURAT

શહેરમાં વધુ 10 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી, અગાઉ 12 ની બદલી થઈ હતી

સુરત : શહેરમાં 3 વર્ષથી વધારે સમય (More Then Three Year) થયો હોય તેવા પોલીસ (Police) ઇન્સ્પેક્ટરોની (Inspectors) આજે બદલીના (Replaxe) ઓર્ડર (Order) કરાયા હતા. આ પહેલા ગણેશ વિસર્જન પહેલા 12 પીઆઈની બદલી થઈ હતી. આ તમામે ગણેશ વિસર્જન બાદ ચાર્જ છોડ્યો હતો. આજે વધુ 10 પીઆઈની શહેરમાંથી બદલી થઈ હતી.

  • સુરતમાં 3 વર્ષથી વધારે સમય થયો હોય તેવા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર કરાયા
  • તમામે ગણેશ વિસર્જન બાદ ચાર્જ છોડ્યો, વધુ 10 પીઆઈની શહેરમાંથી બદલી થઈ
  • મહિલા પોલીસ સ્ટેશનની પીઆઈ એન.એચ.મોરની રાજકોટ ખાતે બદલી થઈ

સુરત શહેરમાં હજીરામાં ફરજ બજાવતા પીઆઈ જે.બી.બુંબડીયાની કચ્છ પૂર્વ ગાંધીધામ, ઇચ્છાપોર પીઆઈ એન.એ.દેસાઈની પોરબંદર, ટ્રાફિક પીઆઈ વી.બી.દેસાઈની બોટાદ, અડાજણ પીઆઈ એસ.જે.પંડ્યાની સાબરકાંઠા, મહિધરપુરા પીઆઈ એ.જે.ચૌધરીની અમદાવાદ ગ્રામ્ય, પૂણા પીઆઈ આર.પી.સોલંકીની રાજકોટ ગ્રામ્ય, સાયબર ક્રાઈમ પીઆઈ ટી.આર.ચૌધરીની સરહદી વિભાગ, ગોડાદરા પીઆઈ એ.ડી.ગામીતની અમદાવાદ શહેર, ટ્રાફિક પીઆઈ જે.એસ.ગામીતની રાજકોટ શહેરમાં તથા મહિલા પોલીસ સ્ટેશનની પીઆઈ એન.એચ.મોરની રાજકોટ ખાતે બદલી થઈ છે.

Most Popular

To Top