Business

વધતી મોંઘવારી વચ્ચે નાણાં મંત્રાલયે જાહેર કર્યા સારા સમાચાર, સામાન્ય માણસને થશે ફાયદો

નવી દિલ્હી: મોંઘવારીએ માઝા મુકી છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટીના દર લાગુ પડ્યા ત્યાર બાદથી છૂટક બજારમાં તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. દેશનો ગરીબ અને મધ્યમવર્ગ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના નાણામંત્રાલયના એક ટ્વીટે ચર્ચા જગાવી છે. નાણામંત્રાલયે દેશમાં વધતી મોંઘવારીને કાબુમાં આવશે તેવું આશ્વસન દેશની પ્રજાને આપ્યું છે.

  • જુલાઈમાં મોંઘવારી દર 6.71 ટકા હતો
  • મોંઘવારી દર ઓગસ્ટમાં વધીને 7 ટકા થયો
  • ખાદ્ય ચીજોનો ભાવ વધ્યો છતાં સરકાર કહે છે સારા દિવસો આવશે
  • મોંઘવારી પર કાબુ મેળવવા લેવાયેલા પગલાંની અસર આગામી મહિનામાં દેખાશે

ત્રણ મહિના બાદ રિટેલ મોંઘવારી દરમાં વધારા બાદ ફરી એકવાર નાણા મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. નાણા મંત્રાલય વતી એવું કહેવામાં આવ્યું છે કે છૂટક મોંઘવારી (Retail Inflation Hike) વધવા પાછળ ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણની કિંમતોમાં વધારો જવાબદાર છે. આ સાથે મંત્રાલય તરફથી વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે લેવામાં આવેલા પગલાની અસર આગામી મહિનાઓમાં જોવા મળશે.

સત્તાવાર ડેટા અનુસાર, રિટેલ ફુગાવો ઓગસ્ટમાં વધીને 7 ટકા થઈ ગયો છે, જ્યારે જુલાઈ મહિનામાં તે 6.71 ટકા હતો. ત્રણ મહિના બાદ તેમાં વધારો જોવા મળ્યો છે. ફુગાવો ઓગસ્ટમાં 5.9 ટકા હતો, જે સતત ચોથા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના 6 ટકાના મહત્તમ સંતોષકારક સ્તરથી નીચે છે.

ખાદ્ય અને ઉર્જા ઉત્પાદનોની કિંમતો ફુગાવાના સૂચકાંકમાં સામેલ નથી જે ઓગસ્ટમાં 7 ટકાએ પહોંચી હતી . નાણા મંત્રાલયના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો (Gross Inflation) જુલાઈ 2022માં 6.71 ટકાથી નજીવો વધીને ઓગસ્ટમાં 7 ટકા થયો હતો.” આ પ્રતિકૂળ તુલનાત્મક અસર અને ખાદ્ય અને ઈંધણના ભાવમાં વધારાને કારણે છે.

મંત્રાલયે એવી આશા પણ વ્યક્ત કરી છે કે સરકાર દ્વારા લોટ, ચોખા, મેંદા વગેરેની નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણોથી આ ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘સરકારે ઘરેલું પુરવઠો જાળવવા અને કિંમતોમાં વધારાને રોકવા માટે ઘઉંનો લોટ, ચોખાનો લોટ વગેરેની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે. આગામી મહિનાઓમાં આ પગલાંની નોંધપાત્ર હકારાત્મક અસર થવાની અપેક્ષા છે.

Most Popular

To Top