વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનના ભાગ રૂપે કૃત્રિમ તળાવો માં મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા શહેરમાં ચાર સ્થળો પર કૃત્રિમ તળાવો ઉભા કર્યા હતા, પરંતુ કેટલાક તળાવો નાના પડ્યા હોવા નું સામે આવ્યું છે, અને પાલિકા ના પાપે મૂર્તિઓ બહાર દેખાઈ દીધી હતી જેથી લોકો ની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. ચુંટણીનું વર્ષ હોવાથી તમામને રાજી રાખવાના સરકારના પ્રયત્નને કારણે આ વર્ષે ગણેશ મંડળોને મોટી મૂર્તિઓ સ્થાપવા માટેના ધારા ધોરણોમાં છૂટછાટ આપવામાં આવી હતી.
જયારે અનેક મંડળોએ વિશાળકાય મૂર્તિઓની સ્થાપના કરી હતી. જેની સામે કૃત્રિમ તળાવોની સંખ્યા માર્યાદિત જ રહી હતી. અને ઊંડાઈ પણ અગાઉના વર્ષો જેટલી જ હતી. આવા સમયે જયારે કૃત્રિમ તળાવોમાં વિશાળ શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવા માં આવી હતી વિસર્જિત થયેલી મૂર્તિઓના કાટમાળથી કૃત્રિમ. તળાવો છલોછલ થઇ ગયા હતા, પાલિકા દ્વારા બનાવવામાં આવેલા હરણી કૃત્રિમ તળાવના સવારના દ્રશ્યો જોઈએ તો એમ લાગતું હતું કે જાણે શ્રીજીની મૂર્તિઓ અને પૂજાપાના સામાનનો ઢગલો હોય, મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન થયું હોવાથી તળાવો કાટમાળથી છલકાઈ ગયા હતા પાલિકા દ્વારા નવલખી, હરણી, ગોરવા અને વાઘોડિયા રોડ ખાતે કૃત્રિમ તળાવો બનાવ્યા હતા, જ્યાં જાળવણી નો આભાવ જોવા મળ્યો હતો.