Gujarat

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે ભારે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર વરસાદી (Rain) માહોલ જામ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં છૂટોછવાયો વરસાદી વરસી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે તેમજ આગામી ત્રણ કલાલ ચેતવણીરૂપ ગણાવ્યા છે. હવામાન વિભાગે અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉ ગુજરાતના બનાસકાંઠામા ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને વાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ વરસાદની આગાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર (Low Pressure) સર્જાવાથી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝનનો છેલ્લો ભારે વરસાદ હોઈ શકે છે.

સુરત, નર્મદા સહિત અનેક જિલ્લા ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. 12 સપ્ટેમ્બરે એટલે કે આજે સુરત અને નર્મદામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી મધ્ય વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યું અનુસાર 13 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારે અમદાવાદ, ખેડા, આણંદ ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાય 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. તો બીજા દિવસે એટલે કે 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની ઈનીંગના એંધાણ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. તો બીજી તરફ ઉત્તર-મધ્યમ ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બંગાળીની ખાડમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર મુંબઈમાં થઈ શકે છે.

Most Popular

To Top