મેક્સિકો: ઉત્તરી મેક્સિકોમાં (Mexico) ઈંધણ ટેન્કર (fuel tanker) અને પેસેન્જર બસ (passenger bus) વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત (Death) થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તામૌલિપાસ રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણમાં બંને વાહનો સંપૂર્ણપણે બળી ગયા હતા. પોલીસે જાહેર કરેલી તસવીરોમાં બસ બળીને ખાખ થઈ ગઈ છે અને ધાતુના ઢગલામાં ફેરવાઈ ગઈ છે.
- બંને વાહનો સંપૂર્ણપણે બળી ગયા હતા
- બસ ધાતુના ઢગલામાં ફેરવાઈ ગઈ
- આ અકસ્માત મોન્ટેરી શહેર તરફ જતા હાઇવે પર થયો હતો
તામૌલિપાસ રાજ્ય પોલીસે શરૂઆતમાં જાણ કરી હતી કે નવ મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. બાદમાં તેમણે કહ્યું કે નવ વધુ અવશેષો મળી આવ્યા છે, જે અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. મોન્ટેરી શહેર તરફ જતા હાઇવે પર વહેલી સવારે આ અકસ્માત થયો હતો. ઈંધણ લઈ જનાર ટેન્કરનો ચાલક બચી ગયો હતો. અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બસ હિડાલ્ગોથી મોન્ટેરી શહેરમાં જઈ રહી હતી.
મેક્સિકોમાં જૂન મહિનામાં યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ગઈ હતી
આ પહેલા દક્ષિણ મેક્સિકોમાં યાત્રાળુઓને લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગઈ હતી. બસ અકસ્માતમાં 9 લોકોના મોત અને 40 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દક્ષિણ મેક્સિકોમાં કોર્પસ ક્રિસ્ટી ફેસ્ટિવલમાં હાજરી આપ્યા બાદ બસ યાત્રાળુઓને તેમના વતન ટાબાસ્કો લઈ જઈ રહી હતી. દક્ષિણ ચિઆપાસ રાજ્યમાં સિવિલ ડિફેન્સ ઑફિસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના શુક્રવારે સવારે ટીલા ટાઉનશિપમાં બની હતી.
નેટફ્લિક્સ સિરીઝના બે કલાકારોનું અકસ્માતમાં મોત થયું હતું
અગાઉ, ઉત્તરપશ્ચિમ મેક્સિકોના બાજા કેલિફોર્નિયા સુર દ્વીપકલ્પ પ્રદેશમાં એક વાહન અથડાતાં Netflix શ્રેણી “ધ ચોઝન વન” ના બે કલાકારો માર્યા ગયા હતા અને ટીમના અન્ય છ સભ્યો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રણ વિસ્તારમાં ત્યારે થઈ જ્યારે ઝડપી વાહન અચાનક પલટી ગયું. બાજા કેલિફોર્નિયાના સાંસ્કૃતિક વિભાગે અહેવાલ આપ્યો હતો કે રેમન્ડો ગાર્ડુનો ક્રુઝ અને જુઆન ફ્રાન્સિસ્કો ગોન્ઝાલેઝ એગ્યુલર મૃત્યુ પામ્યા હતા અને ટીમના અન્ય છ સભ્યો ઘાયલ થયા હતા.