સુરત: શહેરમાં ગણેશ ઉત્સવ જેવા તહેવારોની અસસ્લ મજા તો કોટ વિસ્તારમાં જ આવે એ તો માનવું જ પડે છે. જ્ઞાન સાથે ગમ્મતની અસલી મજા તો કોર્ટ વિસ્તારમાં જ આવે છે. તાપી શુદ્ઘિકરણના સંદેશને લોકો સુઘી તેમજ ઘરે ઘરે પહોંચાડવાનું કામ શેરીના લોકોએ બખુબી કરી બતાવ્યું છે. ગણેશ ઉત્સવની વાત કરીએ તો છેલ્લાં 5 વર્ષથી સુરતા કોર્ટ વિસ્તારની મોટે ભાગેની શેરીઓમાં 3 ફૂટથી પણ નાની તેમજ માટીની મૂર્તિ લાવવાની પરંપરા બની ગઈ છે. શેરીના લોકો બાપ્પાને આપે છે રાજાશાહી લૂક આ સાથે બાપ્પાને આપવામાં આવે છે તમામ સુવિધાઓ.
ગણેશ ઉત્સવના તમામ દિવસોમાં અસ્સલ મોજ તો શેરીઓમાં જ જોવા મળે. બાપ્પાનો પંડાલ એકદમ શાહી રીતે તૈયાર કરવામાં આવે છે. લોકો દ્વારા બાપ્પાને એટલે પ્રેમ આપવામાં આવે છે કે તેમના વિદાયના સમયે તમામના હૈયા ભારે થઈ જાય છે. આ ઉત્સવમાં બાળકોથી લઈ વૃદ્ઘો સુઘી તમામ લોકો પોતાનો ફાળો આપે છે. રોજે રોજ બાપ્પાની ભકિતમાં લીન થઈ તહેવારની ઉજાણીની ખરેખર મજા તો કોટ વિસ્તારની શેરીઓમાં જ આવે.
સુરતમાં આવેલ કોટ વિસ્તારની વાત કરીએ તો મોટી શેરી તેમજ પીપળા શેરીમાં એક અલગ જ અંદાજમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કાચની પેટીમાં ફૂલો વરસાવી મોટી શેરીમાં રહેતા તમામ લોકોએ બાપ્પાનું વિસર્જન કર્યુ હતું. ખાસ કરીને બાપ્પાના વિસર્જન સમયે આંખને સર્પ્શી જાય તેવી વાત એ હતી કે બાપ્પા ઉપર નંદીના મુખમાંથી પાણી વરસ્તુ હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજ સમયે મેઘો વરસ્યો હતો તેવા સમયે પણ લોકોએ ગરબા રમી બાપ્પાને વિદાય આપી હતી. લોકોમાં અનેરો ઉસ્સાહ જોવા મળ્યો હતો.
કોટ વિસ્તારમાં રહેતા તમામ લોકો કે જે ઘર આંગણે જ વિસર્જન કરતા હોય છે તેઓ તમામ કાચની પેટી અથવા એક મોટા પાત્રને સજાવી તેમાં ફૂલો વરસાવી આ પાત્રમાં બાપ્પાનું વિસર્જન કરતા હોય છે. આ પાત્રમાં પવિત્ર નદીઓનું જળ ભેગું કરવામાં આવે છે. તેમજ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવે છે. પાત્રમાં વિસર્જન પછી એકઠી થયેલી માટીનેે શેરીના લોકોમાં વહેંચી દેવામાં આવે છે. તેમજ આ જ માટીમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.