Dakshin Gujarat

ભીમપોરની કંપનીમાંથી 3 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

દમણ : સંઘપ્રદેશ (Sangh Pradesh) દાનહ-દમણ-દીવમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના દિશા નિર્દેશ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક (Singal Use Plastic) પર પ્રતિબંધ (Band) લાદવામાં આવ્યો હતો. પ્રદેશના દરેક નાગરિકો, દુકાનદારો તથા પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉધોગપતિઓને પણ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા તથા તેનું ઉત્પાદન (Production) નહીં કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે દમણના ભીમપોર વિસ્તારમાં 3 સપ્ટેમ્બરના રોજ પ્રદૂષણ નિયંત્રણ સમિતિના સદસ્યો સચિવના આદેશ અનુસાર વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી રહ્યા હતા.

કંપનીમાંથી 3 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
પાંચાલ ઉદ્યોગ નગરમાં આવેલી એકવા પ્લાસ્ટ નામની કંપનીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જોવા મળ્યો હતો.સમિતિની ટીમના સદસ્યોએ આ અંગે જિલ્લા પંચાયતના બીડીઓને આ અંગેની જાણ કરતા તેમના આદેશને પગલે ભીમપોર પંચાયતના સચિવ અને એમની ટીમે કંપનીમાંથી 3 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.

પારડીથી કારમાં દારૂ લઇ જતો પરિયાનો બૂટલેગર મહિલા સાથે ઝડપાયો
પારડી : પારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે કારમાં દારૂની હેરાફેરી કરતા પરિયાના બૂટલેગર યુવક અને મહિલાને ઝડપી પાડ્યા હતા. પારડીના પરીયાથી ભેંસલાપાડા જતા રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી i20 કાર નં.એમએચ-04 ડીવાય 3218 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા સીટના નીચે બનાવેલા ચોર ખાનામાંથી 108 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ.18 હજાર મળી આવ્યો હતો.

પોલીસે પરિયાનો બૂટલેગર નિરજ પ્રવીણ પટેલ અને તેની સાથે બેઠેલી જીનલ ચંદુ હળપતિને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંજય રણજીત રાઠોડ ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરીએ વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી ટાઉનનાસાતમાસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો
નવસારીમાં આવેલા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મીનેશભાઈ કલ્પેશભાઈ ટંડેલને પોલીસે દબોચી લીધો હતો. આરોપી મૂળ બંદર રોડ માછીવાડ બીલીમોરા રહે છે તે નવસારી એસટી ડેપો ખાતે ઉભેલો હોવાની બાતમી મળતા નવસારી LCBની પેરોલ ફર્લો સ્કોર્ડે તેને ઝડપી પાડ્યો હતો.

બાતમીના આધારે ઝડપી પાડ્યો
નવસારી જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં નોંધાયેલા આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હોય તેને શોધવા માટે પેરોલ ફર્લો સ્કોર્ડ કામગીરી કરે છે. ત્યારે આજે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા સાત મહિનાથી ભાગેડું આરોપી મનીષ ટંડેલ એસટી ડેપો ખાતે ઉભો છે અને શરીરે આછા લીલા રંગનું ટીશર્ટ તથા ભૂરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલું છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.

Most Popular

To Top