સુરત(Surat): સામાન્ય રીતે આપણે રસ્તા પરથી પસાર થઇએ તો ઘણી આપણને કાળા કલરનાં વાયરોની હારમાળા જોવા મળતી હોય છે. આ વાયરો પર ક્યારેક પક્ષીઓ પણ બેસેલા જોવા મળતા હોય છે. આ વાયરોમાંથી સુરતનાં આર્ટીસ્ટે ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ ઈકોફ્રેન્ડલી ગણપતિની આ વર્ષે ગણેશોત્સવમાં સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિ સુરતનાં રામપુરા વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. અહીં દર વર્ષે આજ પ્રકારે વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ બનાવી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને પર્યાવરણ તેમજ પ્રદુષણને ધ્યાનમાં રાખી ગણેશજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
દર વર્ષે ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ
સુરતનાં રામપુરા વિસ્તારમાં રહેતા વિસ્તારમાં રહેતા ડિમ્પલ જરીવાલાએ આ ગણપતિ બનાવ્યા છે. તેઓ કાળાત્મક વસ્તુઓ બનાવામાં માહિર છે. એક વેંતથી નાના ગણપતિથી માંડી પતંગ બનાવવામાં તેમને મહારત પ્રાપ્ત છે, ત્યાં પેન્સિલ પર પણ તેમનું આર્ટ વર્ક ખુબ જાણીતું છે. ડીમ્પલ ભાઈએ પર્યાવરણ, પ્રદુષણ તેમજ તાપી શુદ્ધિકરણને ધ્યાનમાં રાખીને છેલ્લા 5 – 6 વર્ષથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ કરે છે. આ વર્ષે તેઓએ ઘરની ઉપર લટકતા નકામા ઇન્ટરનેટનાં વાયરોમાંથી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવી છે. મૂર્તિ સાથે ગણેશજીનો હાર પણ આ જ વાયરોમાંથી તૈયાર કરાયો છે. સામાન્ય રીતે લોકો ગણેશજીની પ્રતિમા અગાઉ ડીમ્પલ ભાઈએ ખાલી થઇ ગયેલી બોલપેન, પાણીની વેસ્ટ બોટલ તેમજ ન્યુ પેપરમાંથી ગણેશજીની સુંદર પ્રતિમાનું નિર્માણ કર્યું હતું
ગણેશજીની પ્રતિમાની ખાસિયતો
1. 330 મીટર એટલે કે 1086 ફૂટ વાયરનો કરાયો ઉપયોગ
2. 33 કલાકનાં સમયમાં આ ગણેશજીની પ્રતિમાને તૈયાર કરાઈ
3. એક પણ રૂપિયાનાં ખર્ચ વિના આ ગણપતિ બનાવવામાં આવ્યા
4. ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી તેને સાયન્સ સેન્ટરમાં મુકવામાં આવશે
કાર્વિંગ આર્ટ કરવાની અનોખી કળા
ડિમ્પલભાઈમાં કાર્વિંગ આર્ટ કરવાની અનોખી કળા છે. તેઓ પીપળાનાં પાન પર આ આર્ટ કરે છે. વર્ષ 2020માં કોરોનાની મહામારીએ દેશ અને દુનિયાને મુશ્કેલીમાં મૂકી હતી. જેને લઈને તેમને પીપળાના પાન પર બાય બાય કોરોના 2020નું કાર્વિંગ આર્ટ બનાવ્યું હતું, ત્યાં જ હવે જ્યારે 16મી જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન ભારતના લોકોને મળવા જઈ રહી છે, ત્યારે આ વેક્સિનને આવકારવા માટે તેમને વેલકમ કોરોના વેક્સિન 2021નું કાર્વિંગ આર્ટ બનાવ્યું છે. પીપળાનાં પાન પર સૌથી પહેલા વેલેન્ટાઇન ડે સંદર્ભનું કાર્વિંગ આર્ટ કર્યું હતું. જેમાં સફળતા મળતા તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહાનાયક અમિતાભ બચ્ચન, સ્વામી વિવેકાનંદ, સહિતના મહાનુભવોના ચહેરા પણ પીપળાના પાન પર ઉતર્યા હતા. એક પાના પર ચહેરો કે આર્ટ બનાવતા અંદાજે 15 થી 20 મિનિટનો સમય તેમને થાય છે.