દેલાડ: સાયણ ઓવરબ્રીજ ઉતરતા ડમ્પર (Dumper) ચાલાકે મોપેડ (Moped) સવાર અને ઈકો કારને (Car) અડફેટમાં લેતા અકસ્માત (Accident) સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો હતો જયારે સાયણ પોલીસે (Police) ડમ્પર ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાયણ ગામે રહેતા બે ભાઈ અમન અસલામ મુલતાની (ઉંમર વર્ષ 19) તથા નવાઝ અસલામ મુલતાની (ઉંમર વર્ષ 15) બપોરે દવાખાનેથી દવા લઈને ઘરે જઈ રહ્યા હતા તેઓ સાયણની સાફલ્યા સોસાયટીના નાકેથી પસાર થતાં હતા ત્યારે ઓવરબ્રિજ પરથી ડમ્પર(નંબર-જીજે-૦૫-બીએક્ષ-૯૧૨૬) ચાલકે ઘસી આવી મોપેડને પાછળથી અડફેટમાં લીધી હતી. બંને ભાઈઓ મોપેડ સાથે 15 મીટર ઘસડાયા હતા. તે વેળાએ કદરામા રહેતા રિકેશ જંયતિભાઈ આહીર ઇકો કાર(નંબર-જીજે-૦૫-આરએચ-૧૭૩૪) લઈને મિત્રો સાથે ખોડીયાર માતાના મંદિરે દર્શન અર્થે જઈ જતાં હતાં તેમની કારને પણ ડમ્પર ચાલકે અડફેટ લીધી હતી.
ઘટના સ્થળે સાયણ પોલીસ પહોંચી ત્યારે ગંભીર રીતે ઘવાયેલા મોપેડ ચાલક નવાઝને સારવાર હેઠળ ખસેડયો હતો. અકસ્માતમાં નવી મોપેડનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારને પણ નુકસાન થયું હતું. અકસ્માતમાં કારમાં સવાર તમામનો બચાવ થયો હતો. સાયણ પોલીસે ડમ્પર ચાલક અનીલ રમણભાઈ ગામીત (રહે-મધરકુઈ ગામ રાણીકુવા ફળિયુ,તા-માંડવી)ને પબ્લીકના મારથી બચાવી સાયણ ચોકીએ લઈ જઈ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરી હતી.
ભરૂચના પાંચ તાલુકામાં અનિયમિત-ભંગાર બસો દોડાવાતાં લોકો પરેશાન
નેત્રંગ : ભરૂચ એસ, ટી. વિભાગ દ્વારા ભરૂચ – નર્મદા જિલ્લા પછાત તાલુકાઓમાં અનિયમિત, ખખડધજ બસો દોડાવવા ઉપરાંત રેગ્યુલર રુટો બંધ કરી દેવાતા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા તાલુકાના લોકો હાલાકી વેઠી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને અપડાઉન કરનારા લોકો સહિતના મુસાફરોને મળતી બસ સુવિધા છીનવાઈ ગઈ છે. અંકલેશ્વરથી મહારાષ્ટ્રના ડોડેચા જતી બસ ભંગાર હાલતમાં છે. જે ગમે ત્યાં ખોટકાતા પેસેન્જરો અટવાઇ જાય છે.