સુત: શહેરમાં આજે ધુમ્મસને (Fog) કારણે માત્ર 300 મીટરની વિઝિબિલીટી (Visibility) હતી, પ્રદૂષણને (Pollution) કારણે આ વિઝીબિલીટી ઘટી ગઈ હતી, પાંડેસરા, સચીન જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં અઠવાડિયા દસ દિવસથી પ્રદૂષણનું પ્રમાણ ભયંકર વધ્યું છે, સવારે જો કારનો કાચ કે મકાનની ટાઈલ્સ જોઈએ તો જાણે કાળી મેસનો મોટો થર જામેલો હોય છે. દિવસ દરમિયાન ગઇકાલની સરખામણીમાં તાપમાન આંશિક વધારા સાથે 35 ડિગ્રી નોંધાયું હતુ, લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 27.6 ડિગ્રી નોંધાયું હતું આજે વાતવરણમાં ભયંકર ભેજ જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન ભારે ઉકળાટ સાથે તાપમાનનો પારો 35 ડિગ્રી રહેતા લોકો હેરાન પરેશાન
આખો દિવસ તાપમાન વધુ રહેતા લોકોને બફારો રહ્યો હતો. હજી પણ ચારેક દિવસ વાતાવરણ ગરમ રહે તેવી સંભાવના છે. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી હતી, વાહન ચાલકોએ હેડલાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી. બદલાયેલા વાતાવરણ મુજબ શહેરમાં આવેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તથા હેડલાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી.
વાતાવરણમાં પલટો
છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદ બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. વહેલી સવારે ગાઢ છવાઈ ગયો હતો. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વાહન ચાલકોને હેડલાઇટ શરૂ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી. જોકે દૂર સુધી ન દેખાતા વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી.
ધુમ્મસથી રોગચાળાની ભીતિ
વરસાદ બાદ અચાનક જાકળિયા માહોલના કારણે રોગચાળો વકરવાની ભીતિ લોકો સીવી રહ્યા છે કારણ કે, દિવસમાં ત્રણ પ્રકારની ઋતુનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બદલાતા વાતાવરણના કારણે ક્યારેક વરસાદ ક્યારેક આકરી ગરમી તો ક્યારેક ઠંડકનો અનુભવ થઈ રહ્યો હોવાથી એક જ દિવસમાં ત્રણ ત્રણ ઋતુનો અનુભવ કરતા લોકોને રોગચાળો ફેલાય તેવી આશંકા છે.
સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદમાંથી આજે શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બદલાયેલા વાતાવરણ મુજબ શહેરમાં આવેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તથા હેડલાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી.