Comments

આપણે સુરક્ષા સમિતિમાં કેમ જવું છે?

સંયુકત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિમાં વીટો વાપરવાની સત્તા સાથેની કાયમી બેઠક ભારતનો હક્ક છે એમ ભારત કહે છે. આ સત્તા ભારતને નહીં આપવા બદલ ગુસ્સો, ચીડ અને હતાશા તા. 22 મી ઓગસ્ટના દિને ન્યૂયોર્કમાં આપણા પ્રતિનિધિએ જે કંઇ કહ્યું તેમાં વ્યકત થાય છે. તેમણે કહ્યું કે દક્ષિણ પૃથ્વીની સમાન ભલાઇનો જયારે તેના નિર્ણય પ્રક્રિયામાં પ્રતિનિધિત્વનો સતત ઇન્કાર થતો હોય ત્યારે સમાન સુરક્ષા માટે અમે કેવી રીતે આકાંક્ષા રાખી શકીએ. સાચે જ પ્રતિનિધિત્વ ધરાવતી સુરક્ષા સમિતિ આજની તાતી જરૂરિયાત છે. આ અગાઉ આપણી હતાશા આવા મથાળાં હેઠળ પ્રગટ થઇ છે. અશકત સંસ્થા ભારતે સુધારાની મંદ ગતિ માટે સુરક્ષા સમિતિનો ઉધડો લીધો. દેખીતી રીતે અમે પરિવર્તનની મંદ ગતિ બદલ ખૂબ હતાશાની લાગણી અનુભવીએ છીએ.

આવા હેવાલ પણ ઘણી વાર આપણને સુરક્ષા સમિતિમાં સુધારાની પ્રક્રિયા કેમ થતી નથી તે કહે છે. હકીકત એ છે કે સુરક્ષા સમિતિમાં સ્થાન મેળવવા આપણે એકલા જ દાવેદાર નથી. અન્યો પણ કેટલાક એવા છે જેમને લાગે છે કે તેમને ઇન્કાર કરાય છે. હેવાલમાં જણાવાયું છે કે સુરક્ષા સમિતિમાં સુધારા કરવા જોઇએ એ બાબતમાં વ્યાપક સર્વસંમતિ છે પણ અવિધિસર રીતે કોફી કલબ તરીકે ઓળખાતા કેટલાક દેશોએ તેનો વિરોધ કર્યો છે. જેથી પોતાના પ્રાદેશિક હરીફો હોવાનું મનાતા દેશોના દાવા પર ચોકડી લાગી જાય.

પાકિસ્તાન આવી કલબનો સભ્ય છે. અન્ય સભ્યો છે આર્જેન્ટિના જે બ્રાઝિલના દવાનો વિરોધ કરે છે, ઇટાલી અને સ્પેન જર્મનીના દાવાનો વિરોધ કરે છે તો ઓસ્ટ્રેલિયા જાપાનનો વિરોધ કરે છે. તેમ ભારતના દાવાનો પણ વિરોધ કરે છે. સંપૂર્ણ સંમતિ વગર સુધારા નહીં કરી શકાય. ખાસ કરીને આપણા હરીફોની સંમતિ વગર! ચીન પાસે આપણા દેશ સામે વીટો સત્તા છે અને તે વૈશ્વિક મંચ પર તેમની સત્તામાં ભાગીદાર બનાવે એ વાત જ ભ્રામક છે, સત્તા ધારણ કરનારાઓને ફરજ નહીં પડે ત્યાં સુધી તે પોતાની સત્તા હળવી નહીં બનાવે.

ફ્રાંસ અને બ્રિટન બીજા ક્રમની સત્તા છે. તેમણે પોતાના સંસ્થાનવાદી યુગથી ઘણી સત્તા ગુમાવી છે. આ દેશોની સરકારો શા માટે પોતાની રહી સહી સત્તા ગુમાવે કે અન્ય દેશોને તેમાં હિસ્સેદાર બનાવે? ભારત શું કરી શકે? હતાશા બતાવ્યા સિવાય બીજું ખાસ કંઇ નહીં અને પાકિસ્તાન સતત અને જાહેરમાં આદુ ખાઇને ભારતને આ સ્થાન નહીં મળે તે માટે પાછળ પડયું છે. ભારત સાતત્યપૂર્ણ રીતે બન્યું છે? ભારતે વૈશ્વિક સ્તરે મોટા મંચ પર સ્થાન માંગ્યું છે પણ આપણું મુખ્ય ધ્યાન તો પાકિસ્તાન અને સરહદ પારના ત્રાસવાદ પર છે. આપણી દૃષ્ટિ સંકુચિત છે. સંયુકત રાષ્ટ્રની મહાસભામાં આપણા દેશની રજૂઆતમાંથી પાકિસ્તાન કાઢી નાંખો તો શું રહે? સાર્કમાન પણ આપણે શું કરી શકીએ છીએ? પણ વિચારો આપણે વિશ્વને કંઇક મૂલ્યવાન આપવું હોય તો?

ભારતને સુરક્ષા સમિતિમાં શા માટે સ્થાન જોઇએ છે? જનસંઘમાં પહેલા ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું હતું કે અમારો પક્ષ ભારત માટે સુરક્ષા સમિતિમાં સ્થાન માંગશે. કેમ? તેણે તે સમજાવ્યું નથી, પણ એમ લાગે છે કે આપણને બે કારણસર આ સ્થાન જોઇએ છે અને તેમાંનું એક સંરક્ષણાત્મક છે. ભારતે કાશ્મીરમાં લોકમત લેવાનું વચન આપ્યું હતું પણ પાળ્યું નહીં. (પાકિસ્તાનનું સૈન્ય પશ્ચિમ કાશ્મીર છોડી જાય તે માટેની આ એક શરત હતી પણ તેનું તેણે પાલન નહીં કર્યું). કાશ્મીરમાં લોકમત લેવાનો સંયુકત રાષ્ટ્ર સંઘનો ઠરાવ અમલમાં જ ન આવે તે માટે આપણે દાયકાઓથી પ્રયત્નો કર્યા.

ઘણાં ભારતીયોને ખબર પણ નહીં હોય કે પાકિસ્તાન સાથેના આપણા વિવાદ પર નજર રાખવા સંયુકત રાષ્ટ્રનું લશ્કરી નિરીક્ષણ જૂથ છે અને તે ભારતમાં છે. 2014 માં મોદી સરકારે આ જૂથને તેની દિલ્હીમાં પુરાના કિલ્લા રોડનું કાર્યાલય ખાલી કરવાનો હુકમ કર્યો હતો પણ તેને ખબર ન હતી કે આ શકય ન હતું. આ કાર્યાલય હજી છે. ભારતને વીટો સત્તા જોઇએ છે પણ સુરક્ષા સમિતિની બહાર આપણે કંઇ કરી શકતા નથી તે સમિતિમાં શું કરી લઇશું? ચીનનો ઉદય તેના મહાસત્તા બનવાથી નહીં, પણ આર્થિક રીતે વૃધ્ધિ પામી અને વ્યાપારી વર્ચસ્વને કારણે થયો છે. આપણી પાસે ચીન જેટલું સામર્થ્ય હોય તો આપણે સુરક્ષા સમિતિમાં હોઇએ કે નહીં તે મહત્ત્વનું નથી. આપણે વસ્તી અને સાંસ્કૃતિક મહાનતાના ગુણગાન ગાઇને સુરક્ષા સમિતિમાં સ્થાન મેળવવા માંગીએ છીએ?

સંયુકત રાષ્ટ્રોમાં વસ્તીના આધારે ક્રમ નથી અપાતા. ભારતને પોતાને જ ખબર નથી કે તેને સુરક્ષા સમિતિમાં કેમ સ્થાન જોઇએ છે અને આપણને વીટો સત્તા મળી જશે તો આપણે શું કરીશું? આપણે આપણા પ્રદેશને આર્થિક રીતે બાંધી શકતા નથી અને આપણી સાથે આપણા તમામ પડોશીઓ દુશ્મનાવટભર્યું વલણ રાખે છે. દક્ષિણ એશિયામાં મહાસત્તા બનવાની આપણી કોઇ પણ તક હોય તો આપણે તે સ્થાન ચીનને આપી દીધું છે. આપણે એક ગરીબ દેશ છીએ અને સંયુકત રાષ્ટ્ર સંઘને વર્ષે 2.3 કરોડ ડોલર આપીએ છીએ. જે અન્ય ઘણા દેશો કરતાં ઓછો ફાળો છે. બ્રિટન અને ફ્રાંસ આપણા કરતાં પાંચ ગણો વધુ ફાળો આપે છે. જર્મની સાત ગણો, જાપાન દસ ગણો અને ચીન પંદર ગણો વધુ ફાળો આપે છે. આપણે સુરક્ષા સમિતિમાં શા માટે જવું છે? ત્યાં જઇને આપણે શું કરીશું? તેમાં આપણે શું ફાળો આપી શકીએ? આપણે એટલું જાણીએ છીએ કે આપણને સંયુકત રાષ્ટ્રો સુરક્ષા સમિતિમાં સ્થાન જોઇએ છે અને તે આપો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top