અમેરિકા: અમેરિકા(America)ના કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન વ્યક્તિ સાથે વંશીય શોષણની ઘટના સામે આવી છે. જેમાં એક ભારતીયએ બીજા ભારતીય સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેમાં ભારતીય-અમેરિકન નાગરિકે અન્ય નાગરિકને “ડર્ટી હિંદુ” કહી વંશીય અપમાન સાથે “ડર્ટી કૂતરો” કહ્યો હતો. આ મામલે વર્ષીય તેજિન્દર સિંહ પર હેટક્રાઈમ, નાગરિક અધિકારોનું ઉલ્લંઘન અને હુમલો કરવા બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની વાત કરીએ તો 21 ઓગસ્ટે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં 37 વર્ષીય સિંહ તેજિન્દર દ્વારા કૃષ્ણન જયરામન પર જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હતી. યુનિયન સિટીના તેજિન્દર પર સોમવારે નાગરિક અધિકારોના ઉલ્લંઘન, હુમલો અને શાંતિના ભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ફ્રેમોન્ટ પોલીસે જણાવ્યું હતું. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાર્જિંગ દસ્તાવેજોમાં તેજિન્દરને ‘એશિયન/ભારતીય’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. જયરામને સમગ્ર વિવાદ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો, જે 6 મિનિટથી વધુ સમય સુધી ચાલ્યો હતો. આમાં તેજિન્દરે તેને કહ્યું, “તું ડર્ટી કુતરો છે, તમે કદરૂપી દેખાશો આ રીતે ફરીથી જાહેરમાં ન આવો.” અગાઉ પણ ટેક્સાસમાં એક મહિલાએ ભારતીય મૂળની 4 મહિલાઓ પર વંશીય હુમલો કર્યો હતો.
વિડીયોમાં તેજિન્દર જયરામન પર થૂંકતો જોવા મળ્યો
આ વીડિયોમાં તેજિન્દર સિંહ તેને કહે છે, ‘તું ડિસ્ગસ્ટિંગ ડોગ છે. તું એટલો ખરાબ દેખાય છે કે તારે જાહેર સ્થળે બધાની સામે ન આવવું જોઈએ. આ ભારત નથી, તું ભારતમાં હતો, હવે તું અમેરિકામાં છે.’ તેજિન્દરે તેને લુચ્ચો હિન્દુ કહ્યો અને કહ્યું કે તું માંસ પણ ખાતો નથી. કૃષ્ણન જયરામે જણાવ્યું હતું કે તેણે તેજિંદરને કહ્યું કે તે રેસ્ટોરન્ટમાં લડવા આવ્યો નથી. તેમણે તેને પૂછ્યું કે તે શું ઈચ્છે છે. જેના પર તેજિંન્દરે કહ્યું, તમે હિન્દુ નીચ અને શરમજનક છો. આ પછી તેજિન્દર તેના પર થૂંક્યો હતો. ત્યાર બાદ તેમણે અને રેસ્ટોરન્ટ સ્ટાફે ફ્રેમોન્ટ પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
ઘૃણાસ્પદ ગુનાઓ પર પોલીસનું નિવેદન
વોશિંગ્ટનના પોલીસ વડાએ લખ્યું છે કે અમે નફરતની ઘટનાઓ અને નફરતના અપરાધોને ગંભીરતાથી લઈએ છીએ. અમારા સમુદાય પર તેમની નોંધપાત્ર અસરને સમજો. આ ઘટનાઓ ઘૃણાસ્પદ છે. અમે અહીં તમામ સમુદાયના સભ્યોના લિંગ, જાતિ, રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના તેમની સુરક્ષા માટે છીએ.
ભારતીય મહિલાઓનું વંશીય શોષણ
થોડા દિવસો પહેલા અમેરિકામાં ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલાનો મામલો સામે આવ્યો હતો. અમેરિકન-મેક્સિન મહિલાએ ટેક્સાસના રસ્તાઓ પર ફરતી 4 ભારતીય મહિલાઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેમને માર માર્યા બાદ બંદૂકથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મેક્સિકન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.