રાજકોટ: નવસારી(Navsari) બાદ હવે રાજકોટ(Rajkot)માં ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સવારનાં સમયે ધરા ધ્રુજી ઉઠી હતી. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ(Gondal)થી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. ગોંડલ, વીરપુર(Virpur) સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હળવા ભૂકંપથી ક્યાંય કોઇ નુકસાન કે જાનહાનીનાં સમાચાર નથી. જો કે આ ભૂકંપનો આંચકો રાજકોટમાં અનુભવાયો હોય તેવું લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે.
લોકો ઘરની બહાર દોડી આવ્યા
રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જવા મળ્યો હતો. ધરતી ધ્રુજતા ગોંડલમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો વીરપુર સહિતના વિસ્તારોમાં પણ ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનાં આંચકા વહેલી સવારે 10 વાગ્યે અનુભવાયા હતા. સામાન્ય રીતે આ સમય દરમિયાન લોકો નોકરી- ધંધા પર જવાનો હોય છે. ત્યારે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોને આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
અગાઉ નવસારીમાં આવ્યો હતો ભૂકંપ
અગાઉ નવસારી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતોનવસારીના વાસંદામાં (Vansda) ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો અનુભાવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવી ગયા હતા. માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામ છે. ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 5 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યાને 29 મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વાંસદા મથકમાં બે ડેમો આવેલા છે. અને વરસાદી માહોલમાં આ બે ડેમો ઓવરફ્લો થઈ પાણીના વહેણ બદલાઈ છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 16 જુલાઈએ ભૂકંપનાં આંચકા નર્મદા જીલ્લામાં અભુવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા માપવામાં આવી હતી.
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે એને જોન ફોલ્ટલાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાને કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને એ હલચલ પછી ભૂકંપ આવે છે.