અમદાવાદ: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિકસિત જાતિઓ (ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ તેમજ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Election) વસતીના ધોરણે અનામત મળે એ માટે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસનું (Congress) પ્રતિનિધિમંડળ સમર્પિત આયોગને રૂબરૂ મળીને રજૂઆત કરશે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિકસિત જાતિ (ઓબીસી સમાજ)ને બંધારણની જોગવાઈ મુજબ તેમજ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે, બજેટમાં વસતીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેની માંગણી સાથે આવતીકાલ તા.1 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સમર્પિત આયોગને મળી રજૂઆત કરશે.
