વડોદરા: રખડતા ઢોરોને કારણે નિર્દોષ નાગરિકોના મોત બાદ મોડે મોડે જાગી ઉઠેલા વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે વધુ એક વખત પાલિકાની એફોર્ડેબલ શાખા દ્વારા ત્રણ ઢોર વાડા અને કાચા શેડને તોડી પાડી લારી ટેમ્પો સહિતનો સરસામાન કબ્જે કર્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર દ્વારા હાલ રખડતા ઢોરોના ઢોર માલિકો સામે કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ રહી છે.
ત્યારે શહેરના તરસાલી એફોર્ડેબલ હાઉસિંગ મકાનોની આસપાસ ખુલ્લી જગ્યામાં ઢોરોને બાંધવા માટે શેડ ઉભો કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું.પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ શાખાના અધિકારીઓને ટીમ સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને દબાણ શાખાની ટીમને સાથે રાખી સ્થળ પર ત્રાટકી હતી.જ્યાં સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.ત્રણ જેટલા ઢોરવાળા,શેડ બાંધેલી લારીઓ તથા કેટલાક ટેમ્પો અને બે ગેરકાયદેસર ઓટલા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.
એફોર્ડેબલ હાઉસિંગ શાખાના કાર્યપાલક ઈજનેર નિલેશ પરમાર એ માહિતી આપતા જણાવ્યું હતું કે તરસાલી વિસ્તારમાં આવેલ બીએસયુપીની અમારી જે એફોર્ડેબલ હાઉસિંગની યોજનાઓ છે.તે યોજનામાં ગૌ-ગોપાલકો દ્વારા ઢોરોને બાંધવા માટે શેડ બનાવવામાં આવેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અમુક કોમર્શિયલ એક્ટિવિટી કરતા હતા કાચા શેડ બાંધવામાં આવ્યા હતા તે પણ દૂર કર્યા છે આરોગ્ય શાખા ફાયર બ્રિગેડ દબાણ ટીમ, વિજિલિયન્સને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ત્રણ કાચા સેડ તોડ્યા છે અને એક કોમર્શિયલ એક્ટિવિટી કરતા ઇસમોના સેડ દૂર કરવામાં આવ્યા છે બિનઅધિકૃત રીતે ઉભા કરવામાં આવેલ હોવાથી આ કાર્યવાહી હાથ ધરી છે.