SURAT

ગણપતિ ઉત્સવને ધ્યાનમાં લઇ રેલવે અમદાવાદ-કુડાલ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

સુરત: રેલવે તંત્ર દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાને લેતા ગણપતિ ઉત્સવ (Ganpati Festival) ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પેશ્યલ ટ્રેન (Special Train) દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદ-કુડાલ વચ્ચે વિશેષ ટ્રેનની ચાર ટ્રીપ (Trip) ખાસ ભાડા ઉપર દોડાવવામાં આવશે. અમદાવાદ-કુડાલ સ્ટેશન વચ્ચે ગણપતિ ઉત્સવની સ્પેશ્યલ ટ્રેનના ચાર ફેરા ચલાવવામાં આવશે. ટ્રેન નં.09412 અને 09411 અઠવાડીયામાં ચાર ટ્રીપમાં દોડશે.

તા.30 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે મંગળવારે સ્પેશ્યલ ટ્રેન 9.30 કલાકે ઉપડશે જે બીજા દિવસે 5.40 કલાકે કુડાલ પહોંચશે. તેજ રીતે કુડાલ-અમદાવાદ વચ્ચે 31 ઓગષ્ટથી 7 સપ્ટેમ્બર બુધવારના રોજ કુડાલથી 6.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 3.30 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને રૂટ ઉપર વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવરડા, અરાવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કણકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Most Popular

To Top