SURAT

સુરત: વરાછામાં બે સંતાનની માતાનો આપઘાત

સુરત : વરાછા (Varacha) ખાડી મહોલ્લા ખાતે રહેતી અને છુટક મજુરી કામ કરતી 44 વર્ષિય મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી જઇ ફાંસો (Suiside) ખાઇ લીધો હતો. સ્મીમેર હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વરાછા ખાડી મહોલ્લા ખાતે રહેતા નયનાબેન અશોકભાઇ રાઠોડ (ઉ.વ.44) છુટક મજુરી કામ કરી બે પુત્રોનું ભરણપોષણ કરે છે. દરમિયાન ગત રાત્રે 8 વાગ્યે તેમણે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેમને પુત્ર અજય સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. જોકે તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. વધુમાં વરાછા પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નયનાબેનનો પતિ અલગ રહેતો હતો. તેણી બે પુત્રો સાથે રહેતી હતી. એકલવાયું જીવનથી કંટાળી જઇ તેણીએ આ પગલું ભરી લીધું હતું.

લેણદારોની ઉઘરાણીથી કંટાળી ટી-સ્ટોલના સંચાલકનો પૂણા પોલીસ સ્ટેશન પાસે આપઘાત
સુરત : લેણદારોની ફોન ઉપર થતી સતત ઉઘરાણીને કારણે માનસિક તણાવમાં આવી ગયેલા ટી-સ્ટોલના સંચાલકે પૂણા પોલીસ સ્ટેશન પાસે જ ઝેરી દવા પી લીધી હતી. 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયેલા ટી-સ્ટોલના સંચાલકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ અમરેલી જિલ્લાના વતની અને હાલ પૂણાગામ ગણેશનગરમાં રહેતા ઉમેશ પરષોત્તમભાઇ તલસાણીયા (ઉ.વ.32) વરાછા યોગીચોક પાસે બાપા સીતારામના નામે ટી-સ્ટોલ ચલાવે છે. ભાગીદારીમાં સ્ટોલ ધરાવતા ઉમેશ તલસાણીયાએ આજે સવારે પોણા અગિયાર વાગ્યેના સુમારે પૂણા પોલીસ સ્ટેશન નજીક આવેલા ભક્તિધામ મંદીર પાસે ઝેરી દવા પી લીધી હતી.

તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હોય જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. વધુમાં ઉમેશના મિત્ર વર્તુળના જણાવ્યા અનુસાર ઉમેશને લેણદારો સતત ફોન કરીને ઉઘરાણી કરતા હતા. જેને કારણે ત્રાસી જઇ ઉમેશ આજે પોલીસ સ્ટેશને જઇ રહ્યો હતો જોકે તેણે પોલીસ સ્ટેશન નજીક જ ઝેરી દવા પી લીધી હતી. 108 મારફતે ઉમેશને તેનો મિત્ર વિશાલ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે તપાસ કરી રહેલા પૂણા પોલીસ મથકના એએસઆઇ બચુભાઇએ જણાવ્યું હતું કે, ઉમેશને 4-5 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું. ઉમેશ એક યુવતી સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હતો. યુવતીએ પોલીસને તેના નિવેદનમાં દેવું થઇ જતા ઉમેશે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

Most Popular

To Top