બીજિંગ: ચીનના (China) દક્ષિણી શહેર શેનઝેનમાં સત્તાવાળાઓએ સોમવાર (29 ઓગસ્ટ) ના રોજ કોવિડ-19ના (Covid-19) પ્રકોપને અટકાવવા માટે વિશ્વના (World) સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ બજાર હુઆકિયાંગબેઇને અસ્થાયી રૂપે બંધ કર્યું હતું અને 24 મેટ્રો સ્ટેશનો (Metro Station) પર સેવા સ્થગિત કરી હતી. આ વિશાળ વિસ્તારની ત્રણ મુખ્ય ઇમારતો, જેમાં ઉત્પાદકોને માઇક્રોચિપ્સ, ટેલિફોન ભાગો અને અન્ય ઘટકો વેચતા હજારો સ્ટોલ છે તે 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
સ્થાનિક સમુદાયના અધિકારીઓએ સોમવારે બંધ કરવાની પુષ્ટિ કરી હતી, જ્યારે ત્યાં કામ કરતા ત્રણ લોકોએ જણાવ્યું હતું કે મેનેજરોએ તેમને ઘરેથી કામ કરવાનું કહ્યું હતું. તે જ અધિકારીઓએ ફ્યુટિયન અને લુઓહુના મધ્ય જિલ્લાઓમાં 24 સ્ટેશનો પર મેટ્રો સેવાઓને અટકાવી દીધી હતી. સોમવારે 18 મિલિયનની વસતી ધરાવતા ટેક હબમાં લક્ષણ ધરાવતા 9 અને બે લક્ષણ વગરના કેસ નોંધાયા હતાં જેમનો ટેસ્ટ એક દિવસ પહેલાં કરાયા હતાં.
ચીન રાજધાની બીજિંગની આસપાસના વિસ્તારોમાં પણ લોકડાઉનના પ્રતિબંધો લાદી રહ્યું છે અને નજીકના શહેર તિયાનજીનમાં સામૂહિક ટેસ્ટ કરશે. આ પગલાં ત્યારે લેવાયા છે જ્યારે ચીનમાં નવી લહેર શાંત થવાના સંકેત આપી રહી છે, રવિવારે 1556 નવા સંક્રમણ નોંધાયા હતાં જે બે અઠવાડિયા પહેલાં 3000 કેસ નોંધાયા હતાં. ચીનના અર્થતંત્રને આ પ્રતિબંધો નુકસાન પહોંચાડી રહ્યા હોવા છતાં ચીન આ વાયરસના સંક્રમણને નાબૂદ કરવા પર ધ્યાન આપી રહ્યા છે.
ચીનમાં દુકાળગ્રસ્ત વિસ્તારમાં ભારે વરસાદથી પૂરનું જોખમ
બીજિંગ: દક્ષિણપશ્ચિમ ચીનના એક વિસ્તારમાં ભારે વરસાદના પગલે ત્યાંના 1 લાખ કરતાં વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં, આ વિસ્તાર ઉનાળાના મોટાભાગના સમયમાં હિટવેવ અને દુકાળથી અસરગ્રસ્ત હતો. સિચુઆન પ્રાંત અને ચોંગક્વિંગ શહેરમાં મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી છે. ચોંગક્વિંગ પર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવેલું મોટું શહેર છે તેની ચારેય બાજુ પર્વતો અને ગામડાઓ આવેલા છે ત્યાં બંને દિવસો માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
સિચુઆન કટોકટી પ્રબંધન વહીવટીતંત્રએ સોમવારે કહ્યું હતું કે 1,19,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ગોંગયુઆન શહેરના ક્ષેત્રમાં આવતા એક ગામમાં 7.4 ઈંચ વરસાદ નોંધાયો હતો, આ શહેર તે બે શહેરો પૈકી છે જે દુકાળથી સૌથી વધુ અસરગ્રસ્ત હતાં. સિચુઆન, ચોંગક્વિંગ અને પાડોશી ગેનસુ અને શાંક્સી પ્રાંતમાં સૌથી હળવી ચાર વર્ગની ચેતવણી જારી કરવામાં આવી હતી. સૂર્યથી તપેલી જમીન પર જ્યારે ભારે વરસાદ પડે છે તેમાં પ્રાકૃતિક રીતે નાશ થાય છે, એમ સત્તાવાર સમાચાર પત્રએ કહ્યું હતું.
હવામાનમાં બદલાવથી ગરમીથી રાહત મળી હતી અને બે અઠવાડિયાઓ બાદ સિચુઆનની ફેક્ટરીઓમાં પૂર્ણ વીજળી આપવાની શરૂ કરાઈ હતી જે હાઈડ્રોપાવરમાંથી ઓછા વીજપુરવઠાના કારણે ઘટાડવામાં આવી હતી. વરસાદથી ખેડૂતોને મદદ મળશે જેમનો ચોખા, મસાલા અને અન્ય પાક લંબાઈ ગયેલા દુકાળમાં ખરાબ થઈ રહ્યો હતો જ્યારે મોટાભાગના જળાશયોમાં જમીન દેખાવા લાગી હતી. અહીંનું તાપમાન 40 ડિગ્રી સે.ને વટાવી ગયું હતું જે 1961માં રેકોર્ડ રાખવાનો શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ છે.