Vadodara

આવાસ યોજનાનાે વર્ક ઓર્ડર ચાર વર્ષથી ઇજારદારને અપાયાે છતાં કામગીરી ઠપ

વડોદરા: વડોદરા પાલિકા હસ્તકની મોટાભાગની આવાસ પ્રધાનમંત્રી યોજનાઓ (પીપીપી ) , પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ (ઇડબલ્યુએસ), મુખ્યમંત્રી, ગૃહ યોજનાઓ (EWS, LG,MIG) વર્ક ઇન પ્રોગ્રેસ સ્ટેજમાં પડી રહી છે. મોટાભાગની સ્કિમો કામ ચાલુ છે. તેમ કાગળ ઉપર બતાવાઇ રહ્યું છે.જે આવાસ યોજનાના વર્ક ઓર્ડર અપાયા છે. ઇજારદારને કબજો પણ અપાયો છે પરંતુ ચાર ચાર વર્ષથી કામગીરી શરૂ નથી.

વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં પાલિકાએ દબાણની કામગીરી કરવામાં આવી હતી. અને પાલિકાએ લાભાર્થીઓ ને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓને મકાન બનાવી આપવાની જાહેરાત પણ કરી હતી.મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે. પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.ખંડેરાવ માર્કેટમાં બેસનારા મહાનુભાવોને સમય નથી કે અધુરી , બંધ શરૂ ન થયેલી આવાસ યોજના સાઇટ ઉપર જાય . આવાસ યોજનાઓ નેતાઓ ઈજાદારો અધિકારીઓને ફળી છે લાભાર્થીઓ રોજ મારાજ આપે છે એક મંચ ઉપર ભેગા થાય તેવા ફંકશન નથી ગરીબ મધ્યમ વર્ગ હંમેશા દબાતો રહ્યો છે.

પાલિકાનાં પદાધિકારીઓને આવાસ યોજનાનાં ભૂમિ પૂજનમાં ફોટો પડાવવાનો શોખ છે પરંતુ આવાસ યોજનાએ સમય મર્યાદામાં પૂરી કરી ગરીબ – મધ્યમ વર્ગનાં રહીશોને ઘર અપાવવામાં રસ નથી. પાલિકા તંત્રને વિનંતી છે કે , બે ત્રણ એસી વોલ્વો બસ કરી ચૂંટાયેલા તમામ સભ્યો , કાઉન્સીલરો , સમિતિના ચેરમેન , પદાધિકારીઓ, સંગઠનનાં વડાઓ, આવાસ યોજનાના સંબધિત અધિકારીઓ, એફોર્ડેબલ હાઉસીંગ શાખાના અધિકારીઓ, વિરોધ પક્ષનાં નેતા વિ.ને લઇને તમામ વર્ક ઓર્ડર અપાયેલી આવાસ યોજનામાં જાય. કેટલુ કામ કર્યું છે તે જાતે નિહાળે .

જે આવાસ યોજનાના વર્ક ઓર્ડર અપાયા છે. ઇજારદારને કબજો પણ અપાયો છે પરંતુ ચાર ચાર વર્ષથી કામગીરી શરૂ નથી. આવી સાઇટ ઉપર ફક્ત ઇજારદારોની એસી ઓફિસો છે. એક પણ ઇંટ મૂકાઇ નથી. ગૃપમાં ફરવાનો કેટલાકને આનંદ આવશે. કેટલાકને ગુસ્સો આવશે પરંતુ સંગઠન સર્વોપરી ભારત માતા કી જય ખખડેલી બિલ્ડિંગ તૂટેલા સ્લેબ આવાસ યોજનાની આ ટૂરમાં જે આવાસ ક્રેક પડેલી ઈંટો નીકળેલી દિવાલોના યોજના પૂરી થઇ ગઇ છે.

અને હાલના પદાધિકારીઓના મેળાપીપણામાં હલકી કામગીરી થઇ છે. તે ગરીબ મધ્યમવર્ગની આવાસ યોજનામાં ખાસ જાય. લોકોને પૂછજો કે અશુદ્ધ ? ડ્રેનેજ ઉભરાય છે કે નહીં ? સાફસૂફી બરાબર થાય છે કે નહીં ? ઉપરથી સ્લેબમાં સળિયા દેખાય છે કે નહીં ? ઉપરથીસિલિંગમાંથી પાણીપડેછેકેનહીં ? ટુરમાં કાઉન્સીલરોમાં કેટલાક ટેકનોક્રેટ એન્જિનિયર પણ હશે. તેમને અગાશી સુધી જઇ ખખડધજ બિસમાર હાલતમાં રહેતા લોકોની સ્થિતિ શું છે તે જોઇ આવે ! સ્ટ્રક્ચર મજબૂત છે કે માધવનગરવાળી ?.

ખખડેલી બિલ્ડિંગ તૂટેલા સ્લેબ ક્રેક પડેલી ઈંટો નીકળેલા દીવાલોનાબેકગ્રાઉન્ડમાં સેલ્ફી લઇને સીએમઓ અને પીએમઓને મોકલજો કે જેથી તેમને પણ ખબર પડે કે મુખ્યમંત્રી- પ્રધાનમંત્રીના નામે બનેલી તમામા આવાસ યોજનાઓ કેટલી બિસમાર હાલતમાં છે. આવાસ યોજનાની આ ટૂરમાં ખાસ આ યોજના ઉપર જવા વિનંતી છે . ભાયલી , બીલ , સેવાસી, હરણી , સયાજીપુરા, અટલાદરા , દતેશ્વર , સુભાનપુરા, ગોત્રી, સંજયનગર વારસીયા, તાંદલજાની વર્કઇન પ્રોગ્રેસવાળી મુખ્યમંત્રી – પ્રધાનમંત્રીઆવાસયોજનાઓ. પૂરી થયેલી ખખડધજ બિસમાર હાલતમાં રહેતા લોકોની ખબર અંતર પુછવા કારેલીબાગ , અટલાદરા , અકોટા, માંજલપુર, ગોત્રી , વાસણા , તાંદલજા, હરણી સમાણી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર ખાસ અમૂલ્ય સમય ફાળવીને જરૂર જજો લાભાર્થીઓ ફરિયાદ કરવા આવે તો શાંતિથી સાંભળજો હુમલા સાચવજો.

Most Popular

To Top