Business

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક તેની માતાને ગેરેજમાં સુવડાવે છે, માતાએ કર્યો ખુલાસો

અમેરિકા: વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના (Tesla) સીઈઓ (CEO) એલોન મસ્કની (Elon Musk) માતાએ (Mother) હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો છે. એલોન મસ્કની માતા માયે મસ્કએ (Maye Musk) કહ્યું કે તે જ્યારે અમેરિકાના ટેક્સાસમાં તેના અબજોપતિ પુત્રને મળવા જાય છે ત્યારે તે ગેરેજમાં સૂઈ જાય છે. માયે મસ્કે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેને ગેરેજમાં સૂવું પડશે. કારણ કે તમારી પાસે રોકેટ સાઇટની નજીક ફેન્સી ઘર ન હોઈ શકે.

એક અહેવાલ મુજબ 74-વર્ષીય સુપરમોડેલ માયે તેના પુત્ર એલોન મસ્કને મળવા જાય છે ત્યારે તે કયાં રોકાઈ છે તેના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે કંપનીના ટેક્સાસ હેડક્વાર્ટર અને બોકા ચિકામાં સ્ટારબેઝ લોન્ચ સાઇટ પર SpaceX CEOની મુલાકાત લે છે ત્યારે તે ખાસ બેડરૂમમાં સૂતી નથી. તેણે કહ્યું કે “મારે ગેરેજમાં સૂવું પડશે, કારણ કે તમારી પાસે રોકેટ સાઇટની નજીક ફેન્સી ઘર ન હોઈ શકે. વધુમાં તેમણે કહ્યું કે મને તેની મિલકતમાં “બિલકુલ” રસ નથી.

માયે મસ્કને તેના પુત્રની મિલકતમાં રસ નથી
એપ્રિલમાં એલોન મસ્કે ખુલાસો કર્યો હતો કે આ સમયે તેની પાસે પોતાનું કોઈ ઘર નથી અને તે મિત્રોના ઘરે રહે છે. મસ્કે બાદમાં ટ્વીટ કર્યું કે તેમનું મુખ્ય રહેઠાણ સ્પેસએક્સ પાસેથી US$50,000માં ભાડે આપવામાં આવ્યું હતું. એલને કહ્યું હતું કે તેની પાસે “પોતાનું ઘર” નથી. તેમ છતાં તે બોકા ચિકામાં $ 45,000 ના “ખૂબ નાના” મકાનમાં રહે છે. તેણે કહ્યું કે ઘરમાં ત્રણ બેડરૂમ છે. જો કે, ગેરેજનું રૂપાંતર થાય તે પહેલા ઘરમાં માત્ર બે બેડરૂમ હતા. તેનું કદ 800 થી 900 ચોરસ ફૂટ છે.

એલોન મસ્કે ગયા ઉનાળામાં તેની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વેચવાનું શરૂ કર્યું હતું. તેણે જાહેર કર્યું હતું કે ‘મંગળ અને પૃથ્વી માટે’ પોતાનું જીવન સમર્પિત કરતી વખતે તે તમામ ભૌતિક સંપત્તિનો ત્યાગ કરશે. તેણે મે 2020 માં ટ્વિટ કર્યું હતું કે ‘હું લગભગ તમામ ભૌતિક સંપત્તિ વેચી રહ્યો છું. ત્યાં કોઈ ઘર હશે નહીં. રોકડની પણ જરૂર નથી. એલોન મસ્કની માતા માયે હાલમાં ન્યૂયોર્કમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. તેણીને તેના ભૂતપૂર્વ પતિ એરોલ મસ્કથી ત્રણ બાળકો છે – એલન, કિમ્બલ અને ટોસ્કા.

Most Popular

To Top