Comments

સાચી ક્રિકેટ માણવાનો પણ લહાવો છે

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના સભ્ય હોવાને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાતી તમામ મેચ માટે મને મફત પ્રવેશ છે. આમ છતાં ઇન્ડિયા પ્રિમીયર લીગના મામલે મેં કયારેય એ વિશેષાધિકારનો ઉપયોગ નથી કર્યો.
મારા મગજમાં આઇ.પી.એલ.ની સ્મૃતિ એટલી જ છે કે 2008 માં બેંગ્લોરના એક રેસ્ટોરાંમાં રેસ્ટ રૂમ જતાં મેં ટેલિવિઝન પર આ મેચની પ્રથમ આવૃત્તિની ઝલક જોઇ અને તેમાં શેન વોર્નને જોયો. આ સૌથી મહાન સ્પિન બોલર હજી હમણાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો અને તેને નવેસરથી જોવાની તક મળતી હતી. તેણે મહેન્દ્રસિંહ ધોનીને નાંખેલી ત્રણ બોલ મેં જોઇ હતી જેમાંનો છેલ્લો બોલ બેટલ મેને એલબી લેન્થમાં ખોટો અંદાજ બાંધ્યો અને બોલ ટપ્પો ખાઇ ઉછળ્યો અને બોલ મેન શોર્ટ મિડ વિકેટ પર ઝડપાઇ ગયો. ઇન્ડિયન પ્રિમીયર લીગની 2022 ની સીઝનનો એક પણ બોલ મેં લાઇવ કે ટેલિવિઝન પર નથી જોયો. ટુર્નામેન્ટ શરૂ થઇ તેના ત્રણ સપ્તાહ પહેલાં દેહ છોડનાર શેન વોર્નની મુલાકાત મેં યુ-ટયૂબ પર જોઇ હતી. માઇક એથર્ટન, એલન બોર્ડર, પર્વ હ્યુસ અને બ્રિયાન લારાને સાંભળતાં એક જાતની દિલસોજી પાઠવતા હતા અને આ બધાની સાથે તેના બોલિંગનાં દૃશ્યો બતાવતા હતા. માર્ચ, એપ્રિલ અને એ દરમ્યાન વોર્ન જ મારે માટે ક્રિકેટ હતો.
આઇ.પી.એલ.નું સમાપન થયું અને સાચી ક્રિકેટ ફરી શરૂ થઇ. મારે બ્રિટનમાં એક એકેડેમિક અભ્યાસાર્થે જૂનમાં જવાનું થયું અને તે સાથે જ લોર્ડઝના મેદાન પર ટેસ્ટ રમાતી હતી. ભારત તેમાંની એક ટીમ ન હતી. તેણે તેને વધુ આકર્ષક બનાવી. હું જેમ મોટો થતો ગયો તેમ રમતગમતના મામલે ઓછો રાષ્ટ્રવાદી બનતો ગયો અને મારો દેશ રમતો ન હોય તે મેચમાં વધુ મજા આવે.

આ મેચના પહેલા દિવસની મારી કોઇ ટિકીટ ન હતી અને તે દિવસે સત્ર વિકેટ પડી. બીજા દિવસે બે ઓછા જાણીતા ન્યૂઝીલેન્ડના બેટસમેન મિચેલ અને બ્લેન્ડલે પાંચમી વિકેટની લાંબી બહાદુરી ભાગીદારી કરી અને ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે ચોથી ઇનિંગ્ઝમાં લાંબુ લક્ષ્યાંક પાર પાડવા સરસ રમત રમી અને તે જીતી ગયું. સંસ્થાનવાદ વિરોધી ભારતીય તરીકે મારે ઇંગ્લેન્ડને ટેકો નહીં આપવો જોઇએ. પણ લોર્ડઝની ટેસ્ટ એક અપવાદ હતો.

જો તટ મારો એક માનીતો ક્રિકેટર છે. મને તે એકવીસ વર્ષના તરોતાજા યુવાન તરીકે યાદ છે. ઇંગ્લેન્ડ એક વાર ભારતના પ્રવાસે આવ્યું ત્યારે તેને તેના દેશની ટીમમાં જોડાવા અધવચ્ચે વિમાન માર્ગે અહીં લાવવામાં આવ્યો હતો. રૂટે નાગપુરમાંથી ટેસ્ટ પ્રવેશ કર્યો હતો અને તે ભારતીય સ્પિનરોનો શાંત ચિત્તે સામનો કરી ઇંગ્લેન્ડને સગવડદાયી ડ્રો માં ખેંચી ગયો હતો અને તે દ્વારા ઇંગ્લેન્ડને 2/1 થી સિરીઝ જીતાડી હતી. ભારતમાં કોઇ પ્રવાસી ટીમ ટેસ્ટ સિરીઝ જીતી ગઇ હોય એવો એ છેલ્લો દાખલો. ત્યાર પછી હું રૂટનો પ્રશંસક બની ગયો છું.

ક્રીઝ પર આવ્યા પછી જે ઝડપે તે ખીલી ઊઠે છે તે મને ગમે છે. ખાસ કરીને તેના કવર ડ્રાઇવ અને બેક કટ સહિતની વ્યાપક રેંજની ફટકાબાજીની તેમજ સ્લિપમાં તેની સરસ ફીલ્ડીંગ અને અણધારી રીતે નિરુપદ્રવી ઓફસ્પિનથી વિકેટ લેવાની તેની ક્ષમતા મને ખૂબ ગમે છે. તે હંમેશા હસતો જ હોય અને તે હજી મને મોહક લાગે છે.
તે જૂનમાં લોર્ડઝની ટેસ્ટમાં કેપ્ટન તરીકેની તેની પહેલી જ મેચ પોતાના દેશને જીતાડી હતી. આમ તો તે કેટલાંક વર્ષોથી એક સાધારણ ખેલાડી તરીકે રમતો જ હતો.

હું બેંગ્લોર પાછો ફર્યો અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ગયો તો અગાઉની 41 ચેમ્પિયનશીપના વિજેતા મુંબઇ અને અગાઉ કયારેય ટુર્નામેન્ટ નહીં જીતનાર મધ્યપ્રદેશ વચ્ચે ટક્કર હતી. મુંબઇએ પહેલો દાવ લઇ તમામ વિકેટોના ભોગે 374 રનનો ખડકલો કરી દીધો.

ભૂતકાળમાં તેમની પાસે જયારે પદ્માકર શિવાલકર જેવા બોલર હતા ત્યારે તેઓ આખા દાવથી જીતી શકતા હતા. મધ્યપ્રદેશ હિંમત અને નિર્ધારપૂર્વક બેટિંગ કરતું હતું. યશ દુબે અને શુભમ શર્મા બીજી વિકેટની બેવડી સદીની ભાગીદારી કરી અને રજત પાટીદારે ડ્રાઇવર ફટકારીને મધ્યપ્રદેશને સરસાઇ અપાવી. મેં પાંચમે દિવસે છેલ્લે મેચ જોઇ ત્યારે મધ્યપ્રદેશ છ વિકેટે જીતી પહેલી વાર ટુર્નામેન્ટની ચેમ્પિયનશીપ લઇ ગયું હતું. મેન મધ્યપ્રદેશને ચંદ્રકાંત પંડિતના કેપ્ટનપદ હેઠળ કર્ણાટક સામે રણજી ટ્રોફી હારી જતાં જોયો છે. પણ એ જ પંડિતને આ મેચ જીતી જવાથી વધાવી લેવાયો હતો. ઘર આંગણેની મેચમાં મારો મુદ્રા લેખ છે: મુંબઇ સિવાય કોઇ પણ.

ફરી એક વાર ઓગસ્ટમાં મજાની મેચ માણવા મળી. હું ઇંગ્લેન્ડ હતો ત્યારે લોર્ડઝમાં ટેસ્ટ ચાલતી હતી. આ વખતે પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા હતી. ઇંગ્લેન્ડે પહેલા દાવમાં લગભગ 150 રને શરણાગતિ સ્વીકારી લીધી પછી પ્રવાસીઓના ટીમ વર્કે ઇંગ્લેન્ડના ભુક્કા બોલાવી દીધા. જુદી જુદી વિરોધી શૈલીઓના બોલરોનો મોટો ફાળો હતો. પેસ અને સ્વિંગના જાદુથી રાબાડાએ યજમાનોને હરાવ્યા હતા. એન્ગિડી અને નોર્ત્જેએ 90 માઇલ કે તેથી વધુ ઝડપે ઓફ સ્ટંપને નિશાન બનાવી પેસનો જાદુ બતાવ્યો હતો. જેન્સનની બોલમાં ગતિ ન હતી પણ તેનો બદલો તેની લેટ સ્વિંગ અને ઊંચાઇમાં મળી ગયો હતો. લેફટ આર્મ સ્પિનર મહારાજે સફળતા અપાવી હતી. કેપ્ટન ડીન એલ્ગટે કૌશલ્ય બતાવી બાજી સંભાળી લીધી હતી. પણ દક્ષિણ આફ્રિકા હમણાં મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થાય છે રાજકીય રીતે અને આર્થિક રીતે. અત્યારે દક્ષિણ આફ્રિકા પાસે રાબાડા સિવાય બીજા કોઇ સુપર સ્ટાર નથી.

કાલસ કે અમલા જેવા રનભૂખ્યા બેટસમેન નથી. દ’વિલિયમ્સ જેવા ઝડપી કે ડોનાલ્ડ જેવા ખતરનાક અથવા પોલોક કે ફિલાંડર જેવા સ્વંગ બોલર નથી છતાં તે આજે પ્રથમ ક્રમની ટીમ છે.
સાચી ક્રિકેટ લાલ બોલથી સફેદ કપડામાં પાંચ દિવસ ઓવરની મર્યાદા વગરની હોય છે જેને મન ભરીને માણવાનો પણ લ્હાવો હોય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top